Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરફોર્સ અને NH ઓથોરિટીને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી:વડોદરા પાંજરાપોળ સંસ્થાની 38,757 ચો.મી. જમીન સંપાદન કર્યા વિના જ લઈ લીધી હતી

    2 days ago

    વડોદરા જિલ્લાના હરણી ગામમાં આવેલી વડોદરા પાંજરાપોળની માલિકીની 38,757 ચોરસ મીટર જમીન કોઈપણ પ્રકારના સંપાદન કે વળતર ચૂકવ્યા વિના એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા વપરાશમાં લઈ લેવાતાં સર્જાયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય, NHAI અને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સહિતના સામાવાળા પક્ષકારોને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાંજરાપોળની રીટ પીટીશન ફગાવી દેવાતાં સંસ્થાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં આગામી સુનાવણી 9 ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે. જમીન પચાવી પાડવાનો સમગ્ર વિવાદ અને હાઇકોર્ટની કાર્યવાહી વર્ષ 2016માં પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી રાજીવ નવીનચંદ્ર શાહ દ્વારા DILR મારફતે સરવે કરાવવામાં આવતાં આ ગેરકાયદે વપરાશનો ખુલાસો થયો હતો. સંસ્થાએ RTI કાયદા હેઠળ દસ્તાવેજો એકત્ર કરી એડવોકેટ ઋષભ નિમિષ કાપડિયાની સલાહથી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પાંજરાપોળ પોતાની માલિકી પુરવાર કરવામાં અસક્ષમ રહી હોવાનું જણાવી રીટ પીટીશન નામંજૂર કરી હતી. હાઇકોર્ટના આ હુકમથી નારાજ થઈ સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન (SLP) દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટની ધારદાર દલીલો પાંજરાપોળ વતી વકીલ ઋષભ કાપડિયાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઇકોર્ટે સંસ્થાની તરફેણમાં ચાલી આવતા મહેસૂલી રેકોર્ડ ધ્યાને લીધા નથી. એરફોર્સ અને NHAI એ પોતે સ્વીકાર્યું છે કે વર્ષ 1981 (હાઇવે માટે) અને 1986/ 1989 (એરફોર્સ માટે) થયેલા સંપાદન સિવાય આ વાદગ્રસ્ત જમીન અંગે અન્ય કોઈ સંપાદન કરાયું નથી. જો સરકારી તંત્ર જમીનનો વપરાશ ચાલુ રાખવા માંગતું હોય, તો જમીન સંપાદનની કાયદેસર પ્રક્રિયા હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અધિકારીઓ અને સત્તામંડળોને નોટિસ પાઠવી સુપ્રીમ કોર્ટ દ્વારા સામાવાળા પક્ષકારો એટલે કે કેન્દ્ર સરકાર તરફે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ડિફેન્સ એસ્ટેટ ઓફિસર, વડોદરા એરફોર્સ સ્ટેશનના હોદ્દેદારો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફે તેના ચેરમેન, રિજિયોનલ ઓફિસર, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફિસર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને ગુજરાત સરકાર તરફે મહેસૂલ વિભાગ એન્ડ વડોદરાના ખાસ જમીન સંપાદન અધિકારીને નોટિસ કાઢવામાં આવેલ છે અને હવે પછીની સુનાવણી તા. 9 ઓક્ટોબરના રોજ રાખવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં માતાના બેસણાના એક દિવસ પૂર્વે પુત્રનો આપઘાત:બે મહિના પહેલાં પિતાનું બીમારી સબબ મોત થતા બે દિવસ અગાઉ માતાએ આત્મહત્યા કરી લેતા જુવાન દીકરાએ પણ ઝેર પીધું
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મંગળવારે નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યો:શેરબજારમાં ઘટાડાની લહેર, રોકાણકારોમાં વધતી સાવચેતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment