Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના યુવાનો માટે સુવર્ણ તક:NGES કેમ્પસમાં UPSC/GPSC સેમિનારને સારો પ્રતિસાદ: એપ્રિલ પછી વિશેષ ક્લાસિસ શરૂ

    8 hours ago

    નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે તાજેતરમાં UPSC અને GPSC અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. કાર્યક્રમ દરમિયાન, અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી શિસ્ત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને કાર્યક્રમને લાભદાયક ગણાવ્યો. આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે NGES કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી UPSC અને GPSC માટે વિશેષ કોચિંગ ક્લાસિસ શરૂ કરવામાં આવશે. આ ક્લાસિસમાં Symbiosis Academy ના અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાજેતરમાં આ સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તા દર્શાવે છે. NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા UPSC અને GPSC ક્લાસિસમાં જોડાવા માટે રસ દર્શાવ્યો. આ પ્રસંગે NGES ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાપી દુષ્કર્મ કેસ: આરોપીની જામીન અરજી નામંજૂર:સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
    Next Article
    West Asia crisis | Gujarat has sufficient LPG, PNG stock, says govt; 25-day cylinder booking gap introduced

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment