Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં NEET-UG 2026 માટે કડક નિયંત્રણો જાહેર:જિલ્લાના 10 કેન્દ્રો પર પરીક્ષા, 200 મીટર વિસ્તારમાં પ્રતિબંધ

    9 hours ago

    વલસાડ જિલ્લામાં NEET (UG) – 2026ની પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા. 3 મે, રવિવારના રોજ જિલ્લામાં કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો, પ્રિન્ટિંગ દુકાનો અને સાઇબર કેફે બંધ રાખવા ફરજિયાત રહેશે. સાથે જ લાઉડસ્પીકર અથવા કોઈપણ પ્રકારની સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષાના દિવસે સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી 200 મીટરના વિસ્તારમાં ચારથી વધુ લોકોના એકઠા થવા, સભા-સરઘસ યોજવા અથવા જાહેર કાર્યક્રમો કરવા પર મનાઈ રહેશે. તેમજ બિનઅધિકૃત વ્યક્તિઓ અને ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં હોય. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે કડક દેખરેખ રાખવામાં આવશે. જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે લગ્નના વરઘોડા (સાઉન્ડ વગર), સ્મશાન યાત્રા અને સરકારી ફરજ પરના અધિકારીઓને આ પ્રતિબંધમાંથી છૂટછાટ આપવામાં આવશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પણ આવા કિસ્સામાં તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની સત્તા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    J-K High Court quashes AAP MLA Mehraj Malik’s detention under Public Safety Act
    Next Article
    Opinion: Cheers! India-New Zealand FTA Promises Wine Drinkers A New High

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment