Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:NEET પરીક્ષામાં હિજાબ-કલાવા પર વિવાદ; વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો; રામ મંદિરમાં દૈનિક ચઢાવો ₹1 લાખથી ઓછો થયો

    2 days ago

    નમસ્તે, NEET-UG ની ફરીથી પરીક્ષા યોજાઈ. આ દરમિયાન કેટલીક જગ્યાએ હિજાબ અને કલાવા ઉતરાવવા બાબતે વિવાદ થયો. બીજી તરફ, રામ મંદિરમાં દૈનિક ચઢાવો ₹12 લાખથી ઘટીને ₹1 લાખથી ઓછો થઈ ગયો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ વૈભવ સૂર્યવંશીના વર્લ્ડ રેકોર્ડ બનાવવાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ MP (મધ્યપ્રદેશ) ના કૂનો નેશનલ પાર્કની મુલાકાત લેશે. તેઓ ચિત્તા મોનિટરિંગ ટીમના સભ્યો સાથે મુલાકાત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમદાવાદમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:2 મિનિટ મોડા પડનારને 'નો એન્ટ્રી, Re-NEETનું પેપર હાર્ડ નીકળ્યું, એક્સપર્ટે કહ્યું- કટઓફ 520એ જઈ શકે NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ હોવાથી તંત્રની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. આ માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. ત્યારે સાંજે 5.30 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જ્યારે એજ્યુકેશન એક્સપર્ટે કહ્યું- કટઓફ 520એ જઈ શકે છે. આ દરમિયાન અમદાવાદની આર. જે ટીબરેવાલ કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ આપવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચંપત રાય સહિત 150 લોકોને અયોધ્યા ન છોડવાની ચેતવણી:SIT રામ મંદિરમાં ચોરીનો રિપોર્ટ આવતીકાલે CM યોગીને આપશે, 7 પેન ડ્રાઇવમાં પુરાવા રામ મંદિરમાં ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સીએમ યોગીને પ્રારંભિક રિપોર્ટ આવતીકાલે, સોમવારે આપી શકે છે. રવિવારે સાંજે ટીમ સીએમ યોગીને મળવા પહોંચી હતી. પરંતુ મુલાકાત થઈ શકી નહીં. સીએમ અગાઉથી પ્રસ્તાવિત ચોમાસુ સત્ર સહિત અન્ય મીટિંગોમાં વ્યસ્ત હતા. SITએ 7 પેન ડ્રાઈવમાં ડેટા સુરક્ષિત કર્યો છે. 6 દિવસની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી 25 લોકો પર કાર્યવાહી થવાની શક્યતા છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તેમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા પણ સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વૈભવ સૂર્યવંશીની ફાસ્ટેસ્ટ ફિફ્ટીથી ઈન્ડિયા-A ચેમ્પિયન:29 બોલમાં 94 રન ફટકાર્યા, ફાઈનલમાં શ્રીલંકા-Aને 66 રનથી હરાવ્યું ઈન્ડિયા-Aએ શ્રીલંકા-Aને 66 રનથી હરાવીને ટ્રાઈ-સિરીઝ પોતાના નામે કરી લીધી છે. દાંબુલામાં ઈન્ડિયા-Aએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 377 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા-Aની ટીમ 47.1 ઓવરમાં 311 રન પર સમેટાઈ ગઈ. ભારતની જીતનો હીરો 15 વર્ષના વૈભવ સૂર્યવંશી રહ્યો. તેણે માત્ર 29 બોલમાં 94 રનની ઇનિંગ્સ રમી, જેમાં 11 છગ્ગા અને 6 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઈક રેટ 324.14ની રહી હતી. વૈભવે માત્ર 11 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 50 ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટન તિલક વર્માએ 67, પ્રિયાંશ આર્યએ 39 અને અનુકુલ રોયે 15 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોકરોચ જનતા પાર્ટીનો બીજા દિવસે પણ પ્રદર્શન શરૂ:પ્રદર્શનકારીઓએ રાતભર જંતર-મંતર પર ધરણા કર્યા; અભિજીત દીપકે ક્રિકેટ રમ્યો NEET પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)નું જંતર-મંતર પર રવિવારે બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને રાતભર જંતર-મંતર પર બેઠા રહ્યા. CJPના સ્થાપક અભિજીત દીપકે કહ્યું કે પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે. રવિવારે સવારે તેઓ સાથી પ્રદર્શનકારીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પરીક્ષા પછી પ્રદર્શનમાં પહોંચે. આ પહેલા શનિવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ પ્રદર્શનમાં જોડાયા. તેમણે કહ્યું કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો તેઓ 27 જૂનથી અનશન શરૂ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર:ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગિલ વન-ડે કેપ્ટન હશે, શ્રેયસ વાઇસ કેપ્ટન; વિરાટ-બુમરાહનું કમબેક; હાર્દિક ઈજાના કારણે બહાર BCCIએ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ સ્ક્વોડનો હિસ્સો છે. સાથે જ જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યો છે. તો ઈજાના કારણે હાર્દિક પંડ્યાને સિલેક્ટ કર્યો નથી. ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝને 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પ્રવાસ પર પાંચ T20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. T20 ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. શ્રેયસ અય્યર T20 ટીમનો કેપ્ટન છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાં જગ્યા મળી નથી. યશસ્વીને ઇજાગ્રસ્ત વિરાટ કોહલીના સ્થાને અફઘાનિસ્તાન સામેની વન-ડે ટીમમાં પસંદ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 24-25 જૂને મીની વાવાઝોડાની આગાહી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદ પડશે, ગુજરાતમાં 5 દિવસ ચોમાસું બેસવાના કોઈ એંધાણ નહીં ગુજરાતમાં સતત ચોથા દિવસે પ્રે-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 તાલુકામાં મેધમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ અમરેલીમાં 1.61 ઇંચ, જ્યારે સૌથી ઓછો થરાદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. રાજ્યમાં 40°C સાથે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યાં. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં 5 મિમી, સુરતના અંબિકામાં 3 મિમી અને નવસારીમાં 1 મિમી વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના ઇટાળવા, જમાલપોર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’:ગૌતમ અદાણીની ‘માનવતા’ મરી પરવારી, મોરબીમાં ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું, બેસણું ગોઠવ્યું મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે (20 જૂન) રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ ખેડૂતોએ ગળામાં ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે, ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા માટે પૂરતું વળતર આપવામાં આવતું નથી. કંપની દ્વારા હાલમાં જે વળતર ઓફર કરવામાં આવી રહ્યું છે તે ખૂબ ઓછું હોવાથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 70ની ઉંમરે 50 જેવા દેખાઓ:કોલકાતામાં મોદીએ કહ્યું, યોગ આમાં ખૂબ જ મદદરૂપ, તે બધાને જોડે છે; PMએ 35 હજાર લોકો સાથે યોગ કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતે કહ્યું- PAK રાષ્ટ્રપતિનું નિવેદન નફરત ફેલાવનારું:અમારા મામલાઓમાં દખલ ન આપો; ઝરદારી બોલ્યા હતા- વારાણસીની મસ્જિદ જોખમમાં, કાર્યવાહી રોકવામાં આવે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : તમિલનાડુમાં એમોનિયા ગેસથી 2 મહિલાનાં મોત:65થી વધુની હાલત ગંભીર, 9 વેન્ટિલેટર પર; સીફૂડ ફેક્ટરીમાં લીક થયો ઝેરી ગેસ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો-બ્રિટનના વડાપ્રધાન આવતીકાલ સુધીમાં રાજીનામું આપી શકે છે:પાર્ટીના 100 સાંસદ બળવાખોર બન્યા; 10 વર્ષમાં પદ છોડનારા છઠ્ઠા PM હશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 31 જુલાઈ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દો:જો આવક 2.50 લાખથી વધુ હોય તો ભરવું જરૂરી, આ 10 બાબતોનું ધ્યાન રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : ચંદ્રદેવને સસરા પ્રજાપતિ દક્ષે આપ્યો ક્ષય રોગનો શ્રાપ:માત્ર રોહિણીને પ્રેમ ને 26 પત્નીઓની ઉપેક્ષા કરતા દંડ મળ્યો, જાણો સોમનાથ મહાદેવે કેવી રીતે રોગ મુક્ત કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઘરની દીવાલમાંથી 29 કોબ્રા નીકળ્યા ઓડિશાના ભદ્રક જિલ્લામાં એક ઘરની દીવાલમાંથી 29 કોબ્રા સાપ નીકળ્યા. ઘરના સભ્યોને સાપનો અવાજ સંભળાયો, ત્યારબાદ સ્નેક કેચરને બોલાવવામાં આવ્યો. તપાસમાં દીવાલની તિરાડમાંથી 2 મોટા કોબ્રા અને તેના 27 બચ્ચાં નીકળ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ : થરાદની વિચિત્ર ઘટના, વૃદ્ધે હરિદ્વાર જઇ ગંગામાં જળસમાધિ લીધી: પરિવારને કહ્યું- મારી પાછળ મરણોત્તર ક્રિયાઓ ન કરતા, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોનું સત્ય શું? 2. સ્પાય ફાઈલ્સ : પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ, લગ્ન ને પછી ફાંસીની સજા: મિત્રની ભૂલથી પકડાયો ઇન્દિરા ગાંધીનો 'બ્લેક ટાઇગર'; જાસૂસ રવીન્દ્ર કૌશિક પાર્ટ-2 3. આજનું એક્સપ્લેનર: 13 દિવસથી ચોમાસું અટકી ગયું, હવામાનની કઈ 5 સિસ્ટમ જવાબદાર; અત્યાર સુધીમાં 38% ઓછો વરસાદ, આખરે રાહત ક્યારે મળશે? 4. સન્ડે બિગ સ્ટોરી : ગીરના સિંહોએ યુવાનોનો શિકાર કરી માથું કેમ છોડી દીધું?: 128 વર્ષ પહેલાં 9 મહિના સુધી કેન્યામાં આતંક મચાવ્યો હતો, એક્સપર્ટે કહ્યું- જંગલ મોટા ઝૂમાં બદલાયું 5. ખાખી કવર : 13 જૂનનો શાપિત શુક્રવાર, 59 લોકોને ભરખી ગયો: દેશના સૌથી શરમજનક અગ્નિકાંડની અસલી કહાની, અમીર ગુનેગારોને મળી માત્ર ચેતવણી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: કન્યા રાશિના જાતકો માટે 'લકી' દિવસ, સિંહ રાશિના લોકોને સતત પડકારોનો સામનો કરવો પડશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Uruguay Vs Cabo Verde, FIFA World Cup 2026: Preview, Live Streaming And Telecast Details
    Next Article
    AMMA’s 1st woman president Shweta Menon resigns in latest blow to Malayalam actors’ body mired in controversies

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment