Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET PG 2026માં HNGU સંલગ્ન મેડિકલ કોલેજોના 27 તબીબોની સફળતા:AIR 10,000 સુધીમાં 27 ડોક્ટર્સે સ્થાન મેળવ્યું, ધારપુરના ડૉ.કૃણાલ પટેલે AIR 381 મેળવી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

    9 hours ago

    રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી NEET PG 2026 પરીક્ષાના પરિણામોમાં ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સાથે સંકળાયેલી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ મેડિકલ કોલેજોના કુલ 27 એમબીબીએસ ડોક્ટર્સે ઓલ ઇન્ડિયા રેન્ક 10,000 સુધીમાં સ્થાન મેળવી ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ધારપુરના ડો.કશ્પ પટેલે AIR 381 મેળવી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું NEET PG 2026ના જાહેર થયેલા પરિણામોમાં HNGU મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન (HMSA)ના ભૂતપૂર્વ સભ્યો અને વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ધારપુર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને HMSAના પૂર્વ પ્રમુખ ડૉ.કૃણાલ પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક 381 મેળવી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ રાજ્યની તમામ GMERS મેડિકલ કોલેજોમાં દ્વિતીય ક્રમે રહ્યા છે. ધારપુર મેડિકલ કોલેજના છથી વધુ તબીબોની સફળતા ધારપુર મેડિકલ કોલેજના ડો. વિરામ આહરાએ AIR 4301, ડો.દીપ ભાયાણીએ AIR 5395, ડો.દર્શ સોજીત્રાએ AIR 6357, ડો.જય એચ. પટેલે AIR 6727, ડો.પારસ નાકરાણીએ AIR 6898 અને ડો.હર્ષિત પટેલે AIR 7110 મેળવી સફળતા મેળવી છે. હિંમતનગર GMERSના 11 તબીબોએ મેળવ્યું સ્થાન GMERS મેડિકલ કોલેજ હિંમતનગરના પણ 11 તબીબોએ ઓલ ઇન્ડિયા રેન્ક 10,000ની અંદર સ્થાન મેળવ્યું છે. જેમાં ડો.સલીના તાજપુરીવાલાએ AIR 570, ડો.મિતેન પ્રજાપતિએ AIR 1125, ડો.ધર્મિલ બી. શાહે AIR 3119, ડો.તન્વી સંઘાણીએ AIR 3174 અને ડો.નિકુંજ ગોંડલિયાએ AIR 4284 મેળવી છે. આ ઉપરાંત ડો.નમન નૈનિવાલે AIR 4677, ડો.વિશ્વ દવેએ AIR 5131, ડો.હૃષીકેશ પટેલે AIR 6843, ડો.નીલ કે. પટેલે AIR 7179, ડો.વત્સલ લબાનાએ AIR 8065 અને ડો.અનિરુદ્ધ ગુર્જરે AIR 8329 મેળવી છે. વડનગર GMERS અને બનાસ મેડિકલ કોલેજના તબીબોની પણ સફળતા GMERS મેડિકલ કોલેજ વડનગરના ડો.અવધ ચાવડાએ AIR 717, ડો.ઉષ્મા શાહે AIR 5393, ડો.અર્પિતા વી. શ્રીવાસ્તવે AIR 5882, ડો.સત્યમ લાડુમોરે AIR 5916, ડો.નીર્વા ભટ્ટે AIR 6963 અને ડો.જીજ્ઞેશ ચૌધરીએ AIR 7782 મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડો.યશ્વી પટેલે AIR 2584, ડો.જેનિશ પટેલે AIR 5994 અને ડો.ઋષભ તિવારીએ AIR 8096 મેળવી પોતાની કોલેજનું નામ રોશન કર્યું છે. ધારપુર મેડિકલ કોલેજ ખાતે સફળ તબીબોનું સન્માન NEET PG 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તબીબોનું ધારપુર મેડિકલ કોલેજ ખાતે અભિનંદન પાઠવી ઉજવણી કરવામાં આવી હતી. HNGU સાથે સંકળાયેલી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓની આ સફળતાને ઉત્તર ગુજરાતના તબીબી શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના 24 હજાર કેમેરાના મોડેલને આખા ગુજરાતમાં લાગુ કરાશે:સોસાયટી-માર્કેટ બહાર CCTV લગાવવા પોલીસની અપીલ, રાજ્યમાં 3.88 લાખથી વધુ ખાનગી CCTV કાર્યરત
    Next Article
    Journalists detained, microphone snatched as Delhi Police remove protesters from Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment