Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક મામલે NSUIએ NTAની નનામી કાઢી:કિશાનપરા ચોક પાસે રસ્તા રોકો આંદોલન કર્યું, 12 કાર્યકર્તાની ટીંગાટોળી કરી અટકાયત

    16 hours ago

    ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર રાજસ્થાનથી લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવતા દેશભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે 13મેએ રાજકોટમાં પ્રદેશ NSUIના કાર્યકર્તાઓ દ્વારા NTAની નનામી કાઢવામાં આવી હતી અને શિક્ષણમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું હતુ. આ તકે જુતે મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો, ધર્મેન્દ્ર પ્રસાદ રાજીનામું આપો, હાય રે ભાજપ હાય હાય જેવા નારા લગાવતા NSUI પ્રદેશ પ્રમુખ સહિત 12 કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. શિક્ષણમંત્રીના રાજીનામાની માગ સાથે NSUIનું આંદોલન ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષાનું પેપર લીક કરી 22 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ આ દેશમાં બને છે ત્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત NSUI દ્વારા રાજકોટમાં NTAની નનામી કાઢી શિક્ષણમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. NTA પર પ્રતિબંધ મૂકવામાં આવે:નરેન્દ્ર સોલંકી નરેન્દ્ર સોલંકીએ પ્રહાર કર્યાં કે, સરકારને કહેવા માંગીએ છીએ કે તમે પરીક્ષા લેવામાં સક્ષમ નથી. છેલ્લા સાત વર્ષમાં નીટ હોય કે સરકારી ભરતી હોય તેના પેપરો લીક થાય છે. આ પેપર લીક કરનારાઓના કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાના દાખલા છે. આમ છતાં પણ તેના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. જેથી વારંવાર વિદ્યાર્થીઓ અને માતા-પિતાના ભવિષ્ય સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રી દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. જેથી NTA પર પ્રતિબંધ મૂકવામાં આવે અને જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    હવે આરોપીઓનો વરઘોડો નીકળશે નહીં:હિંસક ટોળા કે જાહેર રોષથી બચાવવાની જવાબદારી પણ પોલીસની; માનવ અધિકારોની જાળવણી માટે DGPનો આદેશ
    Next Article
    What is Gemini Intelligence and how it will let AI agents control your Android phone

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment