Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પરીક્ષા રદને લઈ NSUIનો વિરોધ:કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપ્યું, 'લાખો વિધાર્થીઓના સપનાઓ પર આ સરકારે પાણી ફેરવ્યું'

    17 hours ago

    ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા રદ કરી છે. ત્યારે આજે વડોદરામાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. 'વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે' આ અંગે NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત 3 મેના રોજ દેશભરમાં લાખો વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના સાથે NEETની પરીક્ષા આપી હતી. પરંતુ, આ પરીક્ષાના પેપર લીકની ઘટનાઓએ વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. સત્તા પર બેઠેલી સરકાર અને NTAની મિલીભગતને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ‘પેપર માફિયા’ વિરુદ્ધ દાખલારૂપ કડક કાર્યવાહીની માગ અમર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી પેપર લીકની ઘટનાઓમાં સામેલ રહેલી ભ્રષ્ટ એજન્સી NTAને તાત્કાલિક અસરથી બેન કરવામાં આવે. સાથે પેપર લીક કરનાર કૌભાંડીઓ અને 'પેપર માફિયા'ઓ વિરુદ્ધ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારીને દેશના લાખો વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ તેવી પણ માગ કરી હતી. જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલને કેન્દ્રની મંજૂરી:કનેક્ટિવિટી ઝડપી બનશે, સેમિકન્ડક્ટર હબને મળશે મોટો વેગ
    Next Article
    તારા ફોટા સાસરિયા પક્ષમાં વાઇરલ કરી દઈશ:રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થયા બાદ સબંધ તોડી દેતા ધરાર પ્રેમીએ છરી બતાવી પતિ અને પિતાને મારી નાખવા ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment