Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:એરફોર્સે NEET પેપર પહોંચાડ્યા, આજે પરીક્ષા; હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ; સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV

    1 day ago

    નમસ્તે, દેશમાં પહેલીવાર NEETના પેપર એરફોર્સના વિમાનો દ્વારા પહોંચાડવામાં આવ્યા. બીજી તરફ, ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ મહારાષ્ટ્રમાં હનુમાન મંદિરની છત પડવાના સમાચાર જણાવીશું, જેમાં 7 લોકોના મોત થયા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. 2. રાહુલ ગાંધી છત્તીસગઢની મુલાકાત લેશે અને કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. મહારાષ્ટ્રમાં હનુમાન મંદિરની છત તૂટી, 7નાં મોત:25 લોકો ગંભીર રીતે ઘાયલ; શનિવારનો મહાપ્રસાદ લેવા ભારે ભીડ હતી, હચમચાવતા CCTV મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની છત તૂટી પડી. અહેવાલો અનુસાર, અહીં મંદિરની બરાબર સામે સભામંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. અચાનક મંદિરનું માળખું ધસી પડ્યું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યાર સુધી સભામંડપના કાટમાળમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 30થી 40 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જ્યારે 10 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ લેવા માટે ભીડ હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કર્યું:લેબનોન પર ઇઝરાયલી હુમલામાં 16 લોકોના મોત બાદ નિર્ણય, નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યો છે. ઈરાનની જોઈન્ટ મિલિટરી કમાન્ડે સરકારી ટીવી પર જાહેરાત કરતા કહ્યું કે તેનું કારણ લેબનોનમાં થઈ રહેલા ઈઝરાયલી હુમલા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 17 જૂનની રાત્રે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તેમાં હોર્મુઝ ખોલવા અને લેબનોનમાં હુમલા બંધ કરવાની શરતો હતી. પીસ ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી પણ ઈઝરાયલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા હતા. આ પછી ટ્રમ્પની પહેલ પર 19 જૂનની રાત્રે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી. જોકે, યુદ્ધવિરામની જાહેરાતના 8 કલાક પછી જ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો. અલ જઝીરા અનુસાર, ઈઝરાયલી સેનાએ ડ્રોન અને તોપો વડે નબાહિતએ વિસ્તારમાં હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન રાત્રે પણ ચાલુ:સાંજ સુધીની પરવાનગી હતી; સ્થાપક દીપકે બોલ્યા- શિક્ષણ મંત્રી પ્રધાનના રાજીનામા સુધી હટશે નહીં NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) પ્રદર્શન કરી રહી છે. CJP ને સાંજે 5 વાગ્યા સુધી જ પ્રદર્શન કરવાની મંજૂરી હતી, પરંતુ ફાઉન્ડર અભિજીત દીપકે સહિતના પ્રદર્શનકારીઓ હજુ પણ ત્યાં હાજર છે. પ્રદર્શનકારીઓએ થાળી વગાડીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિરોધમાં 'ગો-પ્રધાન-ગો' ના નારા લગાવ્યા. સમય પૂરો થયા પછી પહોંચેલી દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી જવા માટે કહ્યું અને તેમની પાસેથી થાળી લેવાનો પ્રયાસ કર્યો. પોલીસે કહ્યું કે પ્રદર્શનનો સમય વધારવાની પરવાનગી આપવામાં આવી નથી. CJP એ સ્ટેજ પર NEET પેપર લીક પછી આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પોસ્ટર પણ લગાવ્યા છે. આ દિલ્હીના જંતર-મંતર પર બીજી વખતનું પ્રદર્શન છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. NEET રી-એક્ઝામઃ નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર:ભુવનેશ્વરની વિદ્યાર્થીનીનું દેહરાદૂન પરીક્ષા કેન્દ્ર, પછી ભૂલ સુધારી NEET-UG 2026 રી-એક્ઝામ પહેલાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) શનિવારે દેશભરમાં મોક ડ્રિલ કરી રહી છે. પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે પોલીસ, જિલ્લા પ્રશાસન અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને મલ્ટી લેયર સિક્યોરિટી તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ, ઘણી જગ્યાએથી વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો બદલવાની ફરિયાદો મળી રહી છે. નાગપુરના અબ્દુલ્લા મોહમ્મદ તાલિબને જારી કરાયેલા એડમિટ કાર્ડમાં નાગપુરને બદલે અબુ ધાબી (UAE)નું સેન્ટર મળી ગયું. આ જ રીતે ભુવનેશ્વરની સંજના સંજીવનીને દેહરાદૂનમાં સેન્ટર આપવામાં આવ્યું છે. જોકે, બાદમાં ભૂલ સુધારી દેવામાં આવી. NTAના ડીજી અભિષેક સિંહે જણાવ્યું કે બંનેના સેન્ટર બદલી દેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રામ મંદિર દાનચોરીના આરોપમાં ચંપત રાય વિરુદ્ધ એક્શન નક્કી:ટ્રસ્ટી અનિલને પણ હટાવી શકાય છે, SIT લખનઉ પરત ફરશે, યોગીને રિપોર્ટ સોંપશે રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી 25 લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. શનિવારે છઠ્ઠા દિવસની તપાસ પૂરી કરીને SIT લખનઉ પરત ફરશે. એવું માનવામાં આવે છે કે સોમવારે સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. સૂત્રો અનુસાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્ર સામે કાર્યવાહી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બંનેને પદ પરથી હટાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, મંદિરના નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ પદ પરથી હટાવવામાં આવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV:જાહેરમાં લઘુશંકા કરી, સિક્યુરિટીએ રાતે ન જવા કહ્યું પણ યુવક ન માન્યો, ખભે બેગ રાખી વતન જવા નીકળ્યો ને મોતને ભેટ્યો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવક પ્રકાશચંદ્રના ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્રને ખાનગી કંપનીની કોલોનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે વતન ઉત્તરાખંડ જવા નીકળતા જોઈ શકાય છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાત્રે એકલા ન જવા વિનંતી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો. મૃતક પ્રકાશચંદ્રના અલગ-અલગ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં કોલોની વિસ્તારના CCTVમાં તે રસ્તામાં લઘુશંકા કરતો પણ દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તે રોડ પરની પાનની દુકાન પર પહોંચી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરતા જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં ઘટસ્ફોટ, રાત્રે 3 વાગે ઉઠક-બેઠક કરાવતા:4 મહિનાથી ત્રાસ આપતા, એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા; 7 સિનિયર ડોક્ટર સામે ફરિયાદ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં રેગિંગની અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી, બીજા વર્ષના 7 રેસીડન્ટ ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના 13 જુનિયર ડોક્ટરોને છેલ્લા 4 મહિનાથી અમાનવીય રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ, સિનિયર રાત્રે 3 વાગે જુનિયર ડોક્ટરને ઉઠક-બેઠક કરાવતા અને એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા હતાં. આ મામલે કોલેજ તંત્ર દ્વારા અધિકૃત કરવામાં આવેલા મદદનીશ પ્રાધ્યાપક ડો.અજય સેંતાએ ટ્રોમા સેન્ટરના 7 રેસીડન્ટ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદી બોલ્યા- બંગાળને પાકિસ્તાનનો ભાગ બનાવવાનો પ્રયાસ થયો:ધાર્મિક એજન્ડા ચલાવવામાં આવ્યો, ઘૂસણખોરો દ્વારા કબજો કરાવવામાં આવ્યો; હવે કાયદાનું શાસન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં 'જય શ્રીરામ'ના નારા સાથે હજારો હિંદુઓ રસ્તા પર ઉતર્યા:સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ, ભગવાન રામની 81 ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ રોકવામાં આવતા વિવાદ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચોમાસું 23 જૂને તેલંગાણાથી આગળ વધશે:મધ્ય ભારતમાં ચોમાસું લાવનારી સિસ્ટમ સક્રિય થઈ; એમપી-બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 16નાં મોત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હવામાં ઊડતું વ્હાઇટ હાઉસ:ટ્રમ્પે પોતાનું નવું વિમાન 'એરફોર્સ-1' બતાવ્યું; કહ્યું- આવી લક્ઝરી ક્યાંય નથી; કતારે 3600 કરોડનું પ્લેન ગયા વર્ષે ગિફ્ટ કર્યું'તું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીમાં ઘટાડો રહ્યો:ચાંદીની કિંમત ₹10609 ઘટીને ₹2.32 લાખ પ્રતિ કિલો થઈ, સોનું ₹2830 સસ્તું થઈને ₹1.45 લાખ થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું:સિરીઝ 3-0થી જીતી; ત્રીજી વન-ડેમાં જયસ્વાલની સેન્ચુરી, રોહિતની ફિફ્ટી, પ્રસિદ્ધની 5 વિકેટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળ કોના માટે ‘મંગળ’ રહેશે?:ગ્રહોના સેનાપતિનું વૃષભ રાશિમાં ગોચર; મેષ રાશિના અટકેલા કામ પાર પડશે, કર્ક-ધનના 'ગોલ્ડન' દિવસો શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 20 ઇ-રિક્ષામાં જાન લઈને પહોંચ્યો વરરાજા યુપીના લખીમપુર ખીરીમાં વરરાજા 20 ઈ-રિક્ષા લઈને પોતાની જાનમાં પહોંચ્યો. 10 કિમી સુધી નીકળેલી આ અનોખી જાનમાં 150 જાનૈયાઓ સામેલ થયા. વરરાજા રાજેશ સિંહે કહ્યું કે તેમણે પર્યાવરણ બચાવવા માટે આવું કર્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : અંબાલાલની આગાહી પર વાવાઝોડું!: કાકાએ તડાફડી બોલાવી, હાર્દિક પટેલે આંદોલનકારી અવતારમાં સ્પીચ આપી; સુરતમાં પડદા પાછળ દંડાવાળી, જુઓ VIDEO 2. સ્પાય ફાઈલ્સ : RAW એજન્ટ જે ખતના કરાવીને પાકિસ્તાનમાં મેજર બન્યો: આર્મીનો ગુપ્ત રિપોર્ટ મોકલીને 20 હજાર ભારતીય જવાનોના જીવ બચાવ્યા; જાસૂસ રવીન્દ્ર કૌશિક, પાર્ટ-1 3. ભાસ્કર એક્સક્લૂસિવ : અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!: SITએ પૂછ્યું- કોને આપી હતી, મહંતે કહ્યું- ટિન્નુને; ચાંદીની ઈંટ આપનાર વેપારીએ હકીકત જણાવી 4. જેનું કોઇ નથી તેના માટે દેવદૂત બન્યાં રોહિત પટેલ: અંતિમ વિધિ માટે દુબઇ રહેતી મહિલાને મદદ કરી, ડેડ બોડીના નિકાલમાં પણ વેઇટિંગ 5. ભાસ્કર એક્સક્લૂસિવ શું રશ્મિ ઠાકરે અને રાઉતને કારણે ફરી શિવસેના તૂટી?: એકનાથ શિંદેના એક ફોન કોલથી 6 સાંસદો બળવાખોર બન્યા; 3 MLC, 65 કોર્પોરેટરો આગામી ટાર્ગેટ 6. ભાસ્કર એનાલિસિસ ગુજરાત બનાવે છે પંજાબને ‘ઉડતા પંજાબ’: 70% ડ્રગ્સ ગુજરાતથી આવે છે, કેજરીવાલે કહ્યું- લોરેન્સ ભાજપનો જમાઈ; CM માન અચાનક શીખ વિરોધી બની ગયા 7. આજનું એક્સપ્લેનર: પાકિસ્તાનની નવી 'હેંગોર' સબમરીન કેટલી ઘાતક? શું તે બંગાળની ખાડીમાં ભારતને ઘેરી શકશે? 1971માં ભારતીય યુદ્ધ જહાજ 'ખુખરી'ને ડુબાડ્યું હતું ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોનું સપનું સાકાર થશે, તુલા જાતકોને અટકેલા પ્રમોશન સંબંધિત શુભ સમાચારના સંકેત (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Peanuts vs makhana: Which one should you snack on for weight loss?
    Next Article
    Surat SBI branch heist: 2 more arrested from hideout on Karnataka-TN border

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment