Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેએ કહ્યું-શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે:NEET-CBSEમાં ગોટાળા માટે જવાબદાર; INDIAની બેઠકમાં પાંચ મુદ્દાઓ પર સંમતિ થઈ, સોરેન ઓનલાઈન જોડાયા

    1 week ago

    દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે I.N.D.I.A. બ્લોકની બેઠક મળી હતી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ બેઠકમા હાજર રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા હતા. બે કલાકથી વધુ ચાલેલી બેઠક પછી બપોરે 3 વાગ્યે INDIA બ્લોક સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ખડગેએ કહ્યું- બેઠકમાં પાંચ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે. NEET દ્વારા દેશના યુવાનો સાથે દગો કરવામાં આવ્યો છે. NEET અને CBSE મુદ્દાઓ પર શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી છે. ખડગેએ વધુમાં કહ્યું કે પાર્ટી મોંઘવારી, બેરોજગારી અને અર્થતંત્ર મામલે દર બે મહિને બેઠકો કરશે. ઈન્ડિયા બ્લોક સીજેઆઈને SIR અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પણ પત્ર લખશે. આગામી બેઠક 8 ઓગસ્ટે હૈદરાબાદમાં યોજાશે. વિપક્ષ ચોમાસા સત્ર દરમિયાન પણ બેઠકો કરશે. ઇન્ડિયા બ્લોકની છેલ્લી બેઠક 1 જૂન, 2024ના રોજ દિલ્હીમાં ખડગેના ઘરે મળી હતી. આનો અર્થ એ થયો કે ગઠબંધનના નેતાઓ પૂરા બે વર્ષ પછી ભેગા થયા હતા. શરદ પવારે કહ્યું- તમામ સાથી પક્ષોને એકજુથ રાખવા જરૂરી આ દરમિયાન, મહારાષ્ટ્રના બારામતીમાં NCP-SCPના વડા શરદ પવારે કહ્યું કે આ સમયે બ્લોકના તમામ પક્ષોને એકજુથ રાખવા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે વિપક્ષી દળોના ઈન્ડીયા ગઠબંધનને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તમામ સાથી પક્ષોને એકજુથ રાખવા એ સમયની જરૂરિયાત છે. બેઠકના ફોટા કોંગ્રેસ-રાહુલ વિરુદ્ધના પોસ્ટરો યુથ કોંગ્રેસે હટાવ્યા બેઠક પહેલા દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા. યુવા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ અને કોંગ્રેસ વિરુદ્ધ લાગેલા પોસ્ટર ફાડ્યા હતા. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીનો ફોટો અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો લખેલા છે. NCP-SCPના વડા શરદ પવાર દર્શાવતા પોસ્ટરમાં લખ્યું છે, "રાહુલ ગાંધીમાં કંસિસ્ટેંસી (સ્થિરતા)ની કમી છે. જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા, તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. શરદ ઉપરાંત AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, TMC ચીફ મમતા બેનર્જી, આંધ્રના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિનની તસવીરવાળા પોસ્ટર લાગ્યા છે અને કોંગ્રેસ વિરુદ્ધ આપેલા નિવેદનો લખેલા છે. I.N.D.I.A બ્લોકની મીટિંગ સંબંધિત એપડેટ માટે નીચેના બ્લોક પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    હવે દિલ્હીમાં પણ મમતાની પાર્ટીમાં ભંગાણ:TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુનું રાજીનામું, CM શુભેન્દુ સાથે ભાજપ બંગાળ પ્રભારીને મળ્યા; 21 સાસંદો પણ સાથે
    Next Article
    વાવડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ભાવનગર અને સુરતનો શખ્સ ઝડપાયો; ₹12.16 લાખના દાગીના રિકવર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment