Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:NEET પેપર લીક, પરીક્ષા રદ; ઉદયનિધિનો બફાટ, કહ્યું- સનાતન ખતમ થાય; મોંઘવારીની ગાડી ટોપ ગિયરમાં, સ્ટોક માર્કેટ ક્રેશ

    1 day ago

    નમસ્તે, પેપર લીક બાદ NEET UG 2026 પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. બીજી તરફ, તમિલનાડુના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં શેર માર્કેટ ક્રેશ થવા અને મોંઘવારી વધવાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયની પાર્ટી TVK વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. 2. શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સાથે જોડાયેલા મામલે મધ્યપ્રદેશ સરકારની રિવ્યૂ પિટિશન (પુનઃવિચાર અરજી) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. NEET-UG 2026ની એક્ઝામ રદ:23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ; પેપર લીકની ફરિયાદ પછી NTAનો મહત્વનો નિર્ણય, CBI તપાસની માગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી દીધી. આ નિર્ણય પેપર લીક થવાના આરોપને કારણે લેવામાં આવ્યો છે. CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. NTA એ કહ્યું છે કે પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં 22.79 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. NTAએ કહ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ફરીથી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઉધયનિધિ સ્ટાલિને કહ્યું- સનાતન ધર્મનો અંત લાવવો જોઈએ:તે લોકોને વિભાજિત કરે છે, પહેલા ડેન્ગ્યુ-મેલેરિયા ગણાવ્યો હતો, તેના પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી તમિલનાડુના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિને મંગળવારે વિધાનસભામાં કહ્યું કે સનાતન ધર્મનો અંત લાવવો જોઈએ. તે લોકોને વિભાજિત કરે છે. તેમણે અગાઉ 2023માં પણ સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા ગણાવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે માર્ચ 2025માં તેમને ઠપકો આપ્યો હતો. ઉદયનિધિએ વિજયના શપથ ગ્રહણ સમારોહનો મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો કે તમિલનાડુના પરંપરાગત તમિલ આહ્વાન ગીત ‘તમિલ થાઈ વાઝ્થુ’ને કાર્યક્રમમાં ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું, જ્યારે પરંપરા મુજબ તેને પ્રાથમિકતા મળવી જોઈતી હતી. ઉદયનિધિએ કહ્યું- અમે તેને સહન નહીં કરીએ. તમિલનાડુમાં કોઈપણ સરકારી કાર્યક્રમમાં તમિલ થાઈ વાઝ્થુને પ્રથમ સ્થાન મળવું જોઈએ. 10 મેના રોજ વિજયના શપથ ગ્રહણમાં સૌથી પહેલા વંદે માતરમ વાગ્યું. પછી જન ગણ મન વાગ્યું. ત્યારબાદ તમિલ રાજ્ય ગીત વગાડવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શેરબજારમાં સુનામી, રોકાણકારોના 11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સમાં 1456 પોઈન્ટનો કડાકો, ચાર દિવસમાં 3,500 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં 436 અંકનો ઘટાડો ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાના સંકેતો અને PM મોદીની અપીલના બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,456 અંક તૂટ્યો અને નિફ્ટીમાં 436 અંકનો ઘટાડો જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપમાં પણ ભારે ઘટાડો રહ્યો. રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ મોટો ઉછાળો રહ્યો. સૌથી વધારે ઘટાડો IT સેક્ટરમાં રહ્યો, જે 3.50 ટકાથી વધુ ઘટીને બંધ થયો. NSE પર મેટલ, ઓઈલ અને ગેસ, પબ્લિક સેક્ટરની બેંકો સિવાયના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.26 ટકા અને 0.81 ટકાનો ઘટાડો આવ્યો. નિફ્ટી બેંકમાં 884 અંકનો ઘટાડો રહ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રિપોર્ટ-પાકિસ્તાને ઈરાનના સૈન્ય વિમાનો સંતાડવામાં મદદ કરી:અમેરિકી હુમલાઓથી બચાવવા નૂર ખાન એરબેઝ પર રાખ્યા, પાકિસ્તાને આરોપોને નકાર્યા પાકિસ્તાને અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન ઈરાની સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર જગ્યા આપી. આ દાવો CBS ન્યૂઝે પોતાના રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટમાં અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવાયું કે એપ્રિલમાં સીઝફાયરની જાહેરાતના થોડા દિવસો પછી ઈરાને ઘણા વિમાનો પાકિસ્તાન એરફોર્સના નૂર ખાન એરબેઝ પર મોકલ્યા. આ એરબેઝ રાવલપિંડી નજીક સ્થિત પાકિસ્તાનનો મહત્વનો સૈન્ય અડ્ડો માનવામાં આવે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે મોકલેલા વિમાનોમાં ઈરાની એરફોર્સનું RC-130 વિમાન પણ સામેલ હતું. આ લોકહીડ C-130 હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ગુપ્તચર અને દેખરેખ મિશનવાળું વર્ઝન માનવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું અનુમાન:યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું બાડમેર બીજા દિવસે સૌથી ગરમ, પારો 47.3°C દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે 25 થી 27 મે વચ્ચે કેરળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક સિસ્ટમ બની ગઈ છે, જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બની શકે છે. તેનાથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ વધશે. આ સિસ્ટમ ચોમાસાને ઝડપથી આગળ વધારી રહી છે. યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. બિહાર અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે, ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાવાઝોડા અને વરસાદને કારણે 5 ઘરો અને 7 ગૌશાળાઓના છાપરા ઉડી ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય, PMની અપીલની અસર:સૌ પહેલા સરકારી યુનિવર્સિટી આગળ આવી, મંત્રી પાટીલ અને પાનસેરિયા પણ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કાળઝાળ ગરમીએ બેનો જીવ લીધો:સુરતમાં સિઝનનો સૌથી ગરમ દિવસ યુવક સહન ના કરી શક્યો ને ભાઈ સામે જ ઢળી પડ્યો; વડોદરામાં ગભરામણ બાદ વૃદ્ધાનું મોત દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે (11 મે) સચિન જીઆઈડીસીના પાલીગામમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું કાળઝાળ ગરમી અને હીટસ્ટ્રોકને કારણે મોત નીપજ્યું છે. બપોરના સમયે જ્યારે સૂર્ય દેવતા કોપાયમાન હતા, ત્યારે કામ દરમિયાન પોતાના ભાઈની સામે જ અનુજકુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે 11 મે સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જે સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ નોંધાયું હતું. આ ગરમી મૃતક યુવક સહન ના કરી શક્યો અને મોતને ભેટ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બંગાળના પૂર્વ મંત્રી સુજીતને EDએ ધરપકડ કરી:નગર નિગમમાં ગેરકાયદેસર ભરતીનો આરોપ; 150 લોકોને નોકરી અપાવી, પૈસા-ફ્લેટ લીધા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- યુદ્ધમાં UAEએ પણ ઈરાન પર હુમલા કર્યા:એપ્રિલમાં લાવાન ટાપુની ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી; ટ્રમ્પે કહ્યું- ઈરાનના કટ્ટરપંથી નેતાઓએ નમવું જ પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હિમંતા બીજી વખત આસામના CM બન્યા:ભાજપના 2 અને સાથી પક્ષોના 2 મંત્રી બન્યા, બધાએ આસામીમાં શપથ લીધા; PM મોદી- શાહ હાજર રહ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હંતા વાયરસના સંપર્કમાં આવેલા 17 યાત્રીઓ અમેરિકા લાવવામાં આવ્યા:42 દિવસ ક્વોરન્ટાઇનમાં મોકલ્યા; આ વાયરસથી કિડની ફેલ થવાનો ખતરો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ‘સોનું ન ખરીદો’, મોદીની અપીલ બાદ ચાંદી ખરીદવા તૂટી પડ્યા:એક જ દિવસમાં ₹11,620 મોંઘી થઈ, ભાવ અઢી લાખને પાર થયો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા : OMG… હાર્દિક CSKમાં જાય છે!:ચીયરલીડરના પોઝથી કોને ગલગલિયા થયા?; પાકિસ્તાની ક્રિકેટરને પીચ પર જ ઘચકાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ચારધામ યાત્રામાં આસ્થાની સાથે વિવાદ:11 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા; કડકડતી ઠંડીમાં કલાકો રાહ જોતા લોકો અને VIP દર્શનાર્થીઓને લઈ વિવાદ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ આરોપી લોકઅપની ચાવી ગળી ગયો બેંગલુરુમાં સગીર બાળકીના અપહરણના કેસમાં પકડાયેલા આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન લોકઅપની ચાવી જ ગળી લીધી. ચાવી બહાર કઢાવવા માટે પોલીસે ઘણા દિવસો સુધી આરોપીને 10 કિલો કેળા ખવડાવવા પડ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મોદી સોમનાથ આવ્યા ને મંત્રીઓએ ડમરુ વગાડ્યા:અનારબેને પાટીદાર ભાઈઓ-બહેનોને સલાહ આપી; કોંગ્રેસ કોર્પોરેટર પર વોચ રાખતા પોલીસ સાહેબ પકડાયા? 2. કાનની 'ક્વીન' બદલાઈ?:22 વર્ષ બાદ આલિયાએ ઐશ્વર્યાને કરી રિપ્લેસ! બ્રાન્ડના નવા કેમ્પેન VIDEOમાંથી એક્ટ્રેસ ગાયબ, ફેન્સ થયા લાલઘૂમ 3. ઓનર કિલિંગનો ખૌફનાક કિસ્સો:એક પિતાએ પોતાની જ યુવાન દીકરીનો હસતો રમતો સંસાર ઉજાડ્યો, આલીશાન બંગલામાં એ રાત્રે શું બન્યું હતું? 4. હમ લોગ : સાસરે પહોંચતાં જ મરઘીની બલિ આપે છે દુલ્હન:શિકાર કરાયેલા જાનવરના માથાને મંદિર અને વાઘને ભાઈ માને છે ગાલો 5. વીજળી બિલના નામે ₹25 લાખની લૂંટ!:શું તમારો ફોન હેકર્સના કંટ્રોલમાં છે? 11 સંકેતને પારખી લેશો તો બચી જશો; જાણો 'ફોન હેકિંગ સ્કેમ'ની ABC 6. Editor's View: નર્કના દરવાજામાં 3 દિવસ રોકાશે ટ્રમ્પ:સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા; શું યુદ્ધ રોકાશે? 10 મુદ્દાથી અમેરિકાની ગરજ સમજો; ગુજરાતને પણ 3 ફાયદા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને નોકરીમાં જવાબદારીઓ થકવી દેશે, કન્યા રાશિના લોકો માટે ઉત્તમ સમય (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    BJP-ruled states respond with online meetings, slimmer fleets
    Next Article
    Rajkot Corporation News |રાજકોટ મનપાએ 13 વિસ્તારના લોકોને બેક્ટેરિયા યુક્ત પાણી પીવડાવ્યું !| News18

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment