Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET રી-એક્ઝામ, રાજસ્થાનમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીની એન્ટ્રી રોકી:કોટામાં છોકરાનો આખી બાંયનો શર્ટ કઢાવી નાખ્યો, ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો; હૈદરાબાદમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

    14 hours ago

    દેશભરમાં આજે NEET-UG 2026ની ફરીથી પરીક્ષા લેવાશે. તેમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પેન-પેપર મોડમાં યોજાઈ રહેલી પરીક્ષા માટે 564 શહેરોમાં 5400થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતના 551 અને વિદેશના 12 શહેરોનો સમાવેશ થાય છે. આ દરમિયાન, હૈદરાબાદમાં NEETની 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. રવિવારે સવારે તેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે તેણે ફરીથી પરીક્ષાના દબાણને કારણે આ પગલું ભર્યું હશે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. NTA અનુસાર, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર 2 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ, 674 સિટી કોઓર્ડિનેટર અને 6,669 ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે. પેપર લીક રોકવા માટે પ્રથમ વખત ભારતીય વાયુસેનાના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજસ્થાનમાં દાદાબારીની મોદી સ્કૂલમાં એક વિદ્યાર્થીના ચશ્મા કાઢીને તપાસવામાં આવ્યા હતા. એક બીજો વિદ્યાર્થી ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. બીજા એક વિદ્યાર્થીના કાંડામાંથી કાળોદોરો (પવિત્ર દોરો) કઢાવી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં વિદ્યાર્થી ગંજી હેરીને પરીક્ષા આપવા ગયો રાજસ્થાનમાં કોટામાં જેડીબી કોલેજમાં સ્થાપિત સેન્ટરમાં એક વિદ્યાર્થી ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. ખરેખરમાં તે આખી બાંયનો શર્ટ પહેરીને આવ્યો હતો પરંતુ તેને એન્ટ્રી આપવામાં આવી નહીં, ત્યારબાદ તેણે શર્ટ કાઢી નાખ્યો અને હંજી પહેરીને પરીક્ષા આપવા ગયો. NTAએ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ ગાઈડલાઈન જારી કરી છે. આ મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સવારે 11:00 વાગ્યે એન્ટ્રી શરૂ થશે અને 1:30 વાગ્યા પછી એન્ટ્રી બંધ થશે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ કોઈપણ ભય કે તણાવ વિના પરીક્ષા આપે. એરફોર્સે 200થી વધુ ઉડાન ભરીને NEET-UG ના પ્રશ્નપત્રો દેશભરના અલગ-અલગ ઝોન સુધી પહોંચાડ્યા છે. NEET-UG પરીક્ષા 3 મે 2026 ના રોજ યોજાઈ હતી, પરંતુ પેપર લીકના આરોપો બાદ 12 મે ના રોજ NTA એ તેને રદ કરી દીધી હતી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:કહ્યું-અમારા બાળકોના કંઠી અને દોરા કઢાવ્યા, રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા છે. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોય જાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો… દેશભરમાંથી NEET-UG પરીક્ષાની તસવીરો... 2 લાખથી વધુ સુરક્ષા જવાનો તહેનાત; એરફોર્સે પરીક્ષાના પેપર પહોંચાડ્યા NTA અનુસાર, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર 2 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ, 674 સિટી કોઓર્ડિનેટર અને 6,669 નિરીક્ષકો તહેનાત કરવામાં આવ્યા છે. પહેલી વાર, પેપર લીક અટકાવવા માટે ભારતીય વાયુસેનાના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. NEET-UG રી-એક્ઝામના અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Shashi Tharoor ने की PM Modi की तारीफ, भड़की Congress | Pawan Khera | Donald Trump | BJP | PM Modi
    Next Article
    પાળીયાદ પાંજરાપોળમાં આચાર્ય વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજની મુલાકાત:ગુરુદેવની પ્રેરણાથી સ્ટાફને રેશન કીટ અપાઈ, પશુઓને માંગલિક ફરમાવાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment