Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET-2026ના કેમેસ્ટ્રી પેપર માટે ₹5 લાખ આપ્યા:લાતુરના કોચિંગ માલિકે પુત્રને NTA પેનલના સભ્યના કોચિંગમાં મોકલ્યો

    11 घंटे पहले

    CBIએ બુધવારે જણાવ્યું હતું કે નીટ પેપર લીક કેસમાં કોચિંગ સેન્ટરના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરે કેમેસ્ટ્રીના પેપર માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. CBIએ એક વિશેષ અદાલતને મોટેગાંવકરની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે તેણે NTA ક્વેશ્ચન પેપર બનાવનાર પેનલ પર હાજર પી. વી. કુલકર્ણીને 5 લાખ રૂપિયા આપ્યા હતા. મોટેગાંવકરનો દીકરો કુલકર્ણીના કોચિંગ ક્લાસમાં પણ જતો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે મોટેગાંવકરે કુલકર્ણીના કેમેસ્ટ્રી ટ્યુટોરિયલ ક્લાસિસમાં આપવામાં આવેલા પેપરમાંથી હાથથી લખેલી નોટ્સ તૈયાર કરી હતી. NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર 7 મેની સાંજે પરીક્ષામાં ગડબડીની સૂચના મળી હતી. ત્યારબાદ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો. CBIએ મોટેગાંવકરનો ફોન જપ્ત કર્યો CBIએ મોટેગાંવકરનો ફોન જપ્ત કર્યો છે, જેમાં રસાયણશાસ્ત્રના 132 હાથથી લખેલા પ્રશ્નોવાળી 36 તસવીરો (પાંચ ડુપ્લિકેટ તસવીરો) મળી છે. CBI એ તેના જવાબમાં જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાંથી 111 પ્રશ્નો NEET (UG) 2026 માટે NTA દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર પ્રશ્ન સેટ સાથે મેળ ખાય છે. લાતુરનો કોચિંગ ડાયરેક્ટર પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક, આજે ₹1500 કરોડની સંપત્તિ NEET પેપર લીક કેસમાં નવા ખુલાસા થયા છે. CBIને સુરાગ મળ્યા છે કે ગયા વર્ષે પણ NEETનું પેપર પરીક્ષા પહેલાં મહારાષ્ટ્રના લાતુરમાં આવેલા રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) સુધી પહોંચ્યું હતું. કોચિંગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની પેપર લીક નેટવર્ક સાથે જૂની સાંઠગાંઠ પણ સામે આવી છે. તેની નેટવર્થ ₹1500 કરોડ હોવાનું કહેવાય છે. ભાસ્કરે આ કોચિંગમાં અભ્યાસ કરતા NEET 2025માં સફળ થયેલા વિદ્યાર્થીઓની તપાસ કરી. જેમાં 19 વિદ્યાર્થીઓનું AIIMSમાં સિલેક્શન થયું હતું. 2 વિદ્યાર્થીઓનું AIIMS દિલ્હીમાં, 5નું હૈદરાબાદમાં અને 3-3નું ભોપાલ અને વારાણસી AIIMSમાં સિલેક્શન થયું. નાગપુર, દેવઘર, ગોરખપુર, રાજકોટ, રાયપુર અને મંગલગિરી AIIMSમાં પણ એક-એક વિદ્યાર્થી પહોંચ્યા. મોટેગાંવકર શ્રીમંત અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટેગાંવકર એવા વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હતો જેઓ આર્થિક રીતે સદ્ધર હોય અને અભ્યાસમાં સરેરાશ કરતાં વધુ સારા હોય. પરિવારજનો સાથે ડીલ કર્યા પછી, તેમને રેગ્યુલર બેચમાં સામેલ કરવામાં આવતા હતા. પરીક્ષા પહેલા છેલ્લા 15 દિવસમાં 'વન-ઓન-વન મેન્ટરિંગ કોર્સ' ચાલતો હતો. પેપર મળતા જ આ વિદ્યાર્થીઓને પ્રશ્ન-જવાબ ગોખાવવામાં આવતા હતા. CBIને આ સંબંધિત ઘણા વીડિયો પણ મળ્યા છે. CBI અનુસાર, મોટેગાંવકર ઘણા વર્ષોથી પુણેની બ્યુટિશિયન મનીષા વાઘમારે દ્વારા પ્રો. પીવી કુલકર્ણી અને મનીષા માંઢરેના સંપર્કમાં હતો. નેટવર્કમાં સામેલ ગુરુગ્રામના યશ યાદવે જયપુરના વિકાસ બિવાલને NEET પેપર વેચ્યું હતું. તેને પેપર નાસિકના શુભમ ખૈરનાર પાસેથી મળ્યું હતું. શિવરાજનો VIDEO વાયરલ શિવરાજ રઘુનાથ મોટેગાંવકરનો એક વીડિયો પણ વાયરલ છે. તેમાં તે પોતાના કોચિંગ સેન્ટરની કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે મરાઠીમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષા વિશે પૂછે છે. આના પર એક વિદ્યાર્થીની બોલે છે- હા, મોક ટેસ્ટના બધા પ્રશ્નો પરીક્ષામાં આવ્યા હતા. આ મામલે એક નવું નામ જોડાયું છે. CBI હવે વિવેક પાટીલ નામના વ્યક્તિની શોધમાં છે. શિવરાજની જ ગેંગે વિવેકને લીક થયેલું પેપર ઉપલબ્ધ કરાવ્યું હતું. સાથે જ મોટા કોચિંગ માફિયા અને NTAના ઘણા અધિકારીઓની પણ મિલીભગતની વાત કહેવામાં આવી રહી છે. CBI તે લોકોની પણ શોધ કરી રહી છે, જેમને શિવરાજે લેખિત પેપર અને આન્સર કી ઉપલબ્ધ કરાવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે પુણેથી ધરપકડ કરાયેલા કેમેસ્ટ્રી પ્રો. પીવી કુલકર્ણી શિવરાજની કોચિંગ RCCમાં ભણાવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઓડિશામાં રથયાત્રા વચ્ચે ભારે વરસાદનું એલર્ટ:આસામના 99 ગામો પૂરની ઝપેટમાં, અરુણાચલમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત
    Next Article
    ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ:‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી, ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી; ગજરાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસથી આગળ વધ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment