Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગુંચવાયા:યુજી નીટમાં 180 પ્રશ્નો સરળ રહ્યાં, ગત વર્ષથી 15થી 20 માર્ક્સ મેરિટ ઊંચું જવાની સંભાવના

    18 hours ago

    એનટીએ(નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની રવિવારે યોજાયેલી યુજી નીટ એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના 180 માર્કસના 720 પ્રશ્નો વિદ્યાર્થીઓને ઈઝી ટુ મોડરેટ લેન્ધી લાગ્યા હતા. જ્યારે બાયોલોજીના ત્રણ પ્રશ્નો મગજની કસોટી કરે તેવા પૂછાયા હતા. ગત વર્ષની તુલાએ પ્રશ્નપત્ર ઈઝી રહેતા મેડીકલ-ડેન્ટલમાં પ્રવેશ મેરિટ ગત વર્ષની તુલનાએ 15થી 20 માર્કસ ઊંચું રહેવાની સંભાવના છે. ગુજરાતમાંથી મેડીકલની 7200 અને ડેન્ટલની 1255, આયુર્વેદની 3627 બેઠકો તેમજ હોમીયોપથીની 4617 બેઠકો મળીને કુલ 16699 બેઠકો પર 80,000 ઉમેદવારો નોંધાયા હતા. અમદાવાદના 20થી વધુ પરીક્ષા કેન્દ્રો સહિત શહેરના વિવિધ એક્ઝામ સેન્ટરોમાં આવશ્યક ઓળખપત્રો સહિતના ડોકયુમેન્ટની ચકાસણી કરીને પ્રવેશ અપાયો હતો. આ કેન્દ્રોમાં ગુજરાતના કુલ 80 હજાર વિદ્યાર્થીઓમાંથી આશરે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી. બાયોલોજીના 45 પ્રશ્નો ધો. 11-12ના 32 ચેપ્ટરમાંથી પુછવામાં આવ્યા 90 ટકા પ્રશ્નો NCERT કોર્સના રહેતા વિદ્યાર્થીઓએ સરળતાથી લખ્યા નીટ યુજી 2026નું પ્રશ્નપત્ર ઓવરઓલ મોડરેટ ટુ ઈઝી અને લેન્ધી હતું. 90 ટકા પ્રશ્નો એનસીઈઆરટી કોર્સના હોવાથી વિદ્યાર્થીઓ સારી રીતે જવાબ લખી શક્યા હતા. ગત વર્ષની તુલનાએ સરળ રહેતા ચાલુ વર્ષની સરકારી મેડીકલ-ડેન્ટલ કોલેજોની બેઠકો પર પ્રવેશનું કટ ઓફ મેરિટ 10થી 15 માર્કસ ઊંચે જવાની શક્યતા છે.’> ડો. ઉમેશ ગુર્જર, મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ હવે આગળ શું ? પ્રશ્ન : હવે આગળ શું ? જવાબ: આન્સર કી મેના સેકન્ડ વીકમાં જાહેર થાય તેવી શક્યતા પ્રશ્ન :રીઝલ્ટ ક્યારે ? જવાબ :જૂનના પહેલા વીકમાં જાહેર થાય તેવી શક્યતા પ્રશ્ન: એડમિશન પ્રક્રિયા ક્યારે? જવાબ: જૂનના અંતમાં જાહેર કરાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણાધિકારીએ પાઠવ્યો પરિપત્ર:વેકેશનમાં શાળાઓમાં શિક્ષણ બંધ રાખવા આદેશ, માન્યતા રદ કરવા સુધીની સજા થઇ શકે
    Next Article
    ચાર પુત્રીઓએ સમાજમાં એક અલગ પ્રકારનો દાખલો બેસાડ્યો:દીકરીઓએ માતાનું નિધન થતા મુખાગ્નિ આપી પુત્રની ફરજ બજાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment