Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લા કલેક્ટરની નાગરિકોને સાવચેત રહેવા અપીલ:બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આશંકા, NDRF-SDRF ટીમો સ્ટેન્ડ બાય

    2 days ago

    બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મજબૂત હવામાન સિસ્ટમના કારણે ગાંધીનગર જિલ્લામાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા જરૂરી માર્ગદર્શિકા અને વિશેષ અપીલ જાહેર કરવામાં આવી છે. જનજીવન અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટેના પગલાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે તમામ નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો પશુઓને બાંધી રાખવાને બદલે ખુલ્લા મૂકી દેવા, જેથી તેઓ પોતાનો સ્વબચાવ કરી શકે. સાબરમતી નદીના તટ, સંત સરોવર કે અન્ય જળાશયો નજીક બિનજરૂરી રીતે ફરવા કે સેલ્ફી લેવા જવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. તંત્રની પૂર્વતૈયારીઓ અને કંટ્રોલ રૂમ સંભવિત આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પમ્પ્સ અને ફાયર પમ્પ્સ તૈયાર રખાયા છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ કે મદદ માટે નાગરિકોને જિલ્લા અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં ભારે વરસાદની આગાહી, જિલ્લા તંત્ર સજ્જ:શાળા-કોલેજોમાં રજા, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા
    Next Article
    'Mindset Of In-Laws Will Never Change': Woman Records Video, Dies By Suicide In Dehradun

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment