Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રેલવે સ્ટેશન પર ડબ્બામાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યૂ:NDRF, SDRF, પોલીસ, ફાયર સહિતની ટીમો મોકડ્રિલમાં જોડાઈ, ઝડપી બચાવ અને સંકલનનું નિદર્શન

    6 hours ago

    વેરાવળ રેલવે સ્ટેશન પર એક મોકડ્રિલ યોજાઈ હતી. તેનો હેતુ એ ચકાસવાનો હતો કે રેલવે અકસ્માત જેવી ઈમરજન્સીમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચે કેટલું સારું સંકલન થાય છે અને બચાવ કામગીરી કેટલી ઝડપથી થઈ શકે છે. મોકડ્રિલમાં જૂના રેલવેના ડબ્બામાં મુસાફરોને બેસાડી અકસ્માત જેવી સ્થિતિ ઊભી કરાઈ હતી. તેમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે તરત જ બચાવ કામગીરી શરૂ કરી. ડબ્બામાં ફસાયેલા અને ઘાયલ બતાવેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવાની કામગીરી પણ બતાવવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત NDRF, SDRF, પોલીસ અને ફાયર વિભાગના જવાનો પણ સામેલ થયા હતા. દરેક એજન્સીએ પોતાની જવાબદારી મુજબ કામ કર્યું. અકસ્માત સ્થળે બચાવ કામગીરી, ઘાયલોને બહાર કાઢવા, પ્રાથમિક સારવાર અને સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરીનું સંકલન કરીને નિદર્શન કરાયું હતું. મોકડ્રિલ દરમિયાન એ ચકાસવામાં આવ્યું કે રેલવે અકસ્માત જેવી સ્થિતિમાં ઘટનાસ્થળે પહોંચતી ટીમો વચ્ચે કેટલું સંકલન છે. બચાવ કામગીરી માટે જરૂરી સાધનોનો ઉપયોગ કેવી રીતે થાય છે. ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા અને સારવાર માટેની વ્યવસ્થા કેવી છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ એ જોવાનો હતો કે સંભવિત રેલવે દુર્ઘટના સમયે તંત્ર કેટલું તૈયાર છે. સાથે જ, રેલવે, પોલીસ, ફાયર, NDRF અને SDRF જેવી એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન થાય તે પણ તેનો એક ઉદ્દેશ હતો. આવી કવાયત એટલા માટે જરૂરી છે કે વાસ્તવિક દુર્ઘટનાના સમયે સમય બગાડ્યા વિના બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય. મોકડ્રિલ દ્વારા સુરક્ષા એજન્સીઓએ બતાવ્યું કે ઈમરજન્સી સ્થિતિમાં ઝડપી નિર્ણય, ટીમવર્ક અને બચાવ કામગીરી કેટલી અસરકારક રીતે થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીની પાર્ટીનું નામ 'મમતા TMC':બળવાખોર જૂથને 'ડેમોક્રેટિક ટીએમસી' નામ મળ્યું, 6 ઓક્ટોબરે નવા ચૂંટણી ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે
    Next Article
    PM Modi deserves some credit for birthday restraint. At least he didn’t rename a month after himself

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment