Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPSના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:જૂનાગઢ SOGએ આરોપી ભુવાજીને દોલતપરા GIDCમાંથી ઝડપી લેવાયો

    1 day ago

    જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ખાસ કરીને નશીલા પદાર્થોની હેરાફેરી અને NDPS હેઠળના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સતત ચોકસાઈપૂર્વકનું ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન SOGની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. મુખ્ય આરોપીએ દોલતપરામાં છૂપી રીતે આશરો લીધો જૂનાગઢ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ ગુનામાં લાંબા સમયથી પકડથી દૂર રહેલો મુખ્ય આરોપી દોલતપરા વિસ્તારમાં જ છૂપી રીતે આશરો લઈ રહ્યો હતો અને હરફર કરી રહ્યો હતો. ત્યારે SOG ટીમે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને નાસતા ફરતા આરોપી "નસીબ ઉર્ફે ભુવાજી વિનોદભાઈ મકવાણા" ને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. SOG કચેરીએ નસીબ ઉર્ફે ભુવાજીની પૂછપરછ પોલીસ અટકાયતમાં લેવાયેલા આ શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરતાં તેની ઓળખ નસીબ ઉર્ફે ભુવાજી વિનોદભાઈ મકવાણા (ઉંમર વર્ષ 26, રહે. બોર્ડિંગવાસ, દોલતપરા, જૂનાગઢ) તરીકે થઈ હતી. SOG ની કચેરી ખાતે તેની પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કર્યા બાદ, આરોપી સામે કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવવા માટે તેને આગળની તપાસ અર્થે જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નાર્કોટિક્સના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની આ મહત્વની કામગીરીમાં SOG ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અખેડ, બાલુભાઈ બાલસ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, મયૂરભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ડાંગર સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    PGVCL બાદ ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ફ્રોડ:MDનો ફોટો ડીપીમાં રાખી વોટ્સએપમાં મેસેજ કરી 29 લાખ ટ્રાન્સફર કરાવ્યા, વધુ 48 લાખ માંગતા ભાંડો ફૂટ્યો
    Next Article
    2 Pakistan Stars Punished By ICC After 1st Test Against West Indies. This Is The Reason

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment