Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS કેસમાં ફરાર આરોપી ધરપકડ:ભાવનગર SOGએ જગદીશ આલગોતરને રાજપરાથી દબોચ્યો

    21 hours ago

    ભાવનગર SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી જગદીશ ડાહ્યાભાઇ આલગોતરને તળાજાના રાજપરા-2 ગામેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જગદીશ આલગોતર છેલ્લા ઘણા સમયથી નાસતો-ફરતો આ બનાવ અંગે SOG પોલીસ કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર SOG ટીમના એ.એસ.આઈ. હરેશભાઇ ઉલ્વાને બાતમી મળી હતી કે, અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS એક્ટ કલમ 15, 15(સી) ના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો-ફરતો આરોપી જગદીશ ડાહ્યાભાઇ આલગોતર પોતાના વતન ખાતે હાજર છે. બાતમી મળતાની સાથે જ SOGની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપીના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રાજપરા-2 તા.તળાજા ખાતેથી જગદીશ ડાહ્યાભાઇ આલગોતર મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે ઉપરોક્ત ગુનામાં પોલીસને વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. ​SOG દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને વધુ તપાસ અર્થે અલંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં CID ક્રાઇમ દ્વારા NDPS એક્ટ હેઠળના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર રેન્જના આઈજીપી અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે: PM:મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક યોજી
    Next Article
    'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ:ક્રિપ્ટોકરન્સીથી દુબઈ મોકલાતા નાણાં, 21 કરોડનું મની લોન્ડરિંગ; 134 'મ્યુલ એકાઉન્ટ'નું પોલીસે મોડ્યુલ તોડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment