Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPSના બે કેસમાં 3 આરોપીઓને 15 વર્ષની સખત કેદ:અમદાવાદના ત્રણેય દોષિત પાસેથી NCB એ 891 ગ્રામ જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, વ્યક્તિગત 2 લાખનો દંડ ફટકાર્યો

    5 days ago

    અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS ની વિશેષ અદાલતે અમદાવાદ ખાનપુરના રહેવાસી આરોપી શેખ મોહમ્મદ સોહિલ અને શાહપુરના રહેવાસી નદીમ શેખને 06 સાહેદ અને 42 પુરાવા તપાસીને 15 વર્ષની સખત કેદ, તેમજ વ્યક્તિગત 02 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ વર્ષ 2023 માં NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. જે મુજબ એજન્સીને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસના જનરલ ડબ્બામાં મુસાફરી કરતા બંને આરોપીઓ પાસે 500 ગ્રામ જેટલું MD ડ્રગ્સ છે. જેને આધારે કાલુપુર રેલવે સ્ટેશને એજન્સીએ બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમાં શેખ મોહમ્મદ સોહેલ અને નદીમ શેક પાસેથી તેઓના આંતરવસ્ત્રોમાં અનુક્રમે 293 અને 211 ગ્રામ જેટલું મળી આવ્યું હતું. બીજો એક કેસ વર્ષ 2022 માં અમદાવાદના વેજલપુર ખાતે રહેત સાજીદ મલેક સામે નોંધાયો હતો. જેને NCB એ જુલાઈ, 2022 માં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આવેલા CTM ટોલ પ્લાઝા પાસેથી 391 ગ્રામ જેટલા MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તેને પણ 15 વર્ષની સખત કેદ અને 02 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:શંખેશ્વર તાલુકા પંચાયત 32.47% મતદાન સાથે મોખરે, રાધનપુર નગરપાલિકામાં સૌથી ઓછું મતદાન નોંધાયું
    Next Article
    મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી:EVM ખોટવાતા મતદારો મુશ્કેલીમાં મૂકાયા, જાણો 11 વાગ્યા સુધીનું વોર્ડ વાઇઝ વોટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment