Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલોમાં વેશપલટો કરી જૂનાગઢ પોલીસે બે ડ્રગ્સ આરોપીઓ પકડ્યા:જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે ઓડિશામાં બે દિવસ વેશપલટો કરી રેકી કર્યા બાદ જંગલ વિસ્તારમાંથી NDPS ના ગુનામાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા

    11 hours ago

    ​આરોપી ગમે તેટલો શાતિર કેમ ન હોય, પરંતુ તે પોલીસની પકડથી ક્યારેય બચી શકતો નથી. જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસનાં ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ અને ગાંજા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી. ડાંગરના નેતૃત્વમાં આ મામલે ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ દરમિયાન ઓડિશાના બે ઈસમોની સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આરોપીઓને પકડી પાડવા માટે પીએસઆઈ એમ.એમ. હિંગોરા અને તેમની ટીમ ખાસ ઓડિશા ખાતે રવાના થઈ હતી. ઓડિશાના કાલાહાંડી જિલ્લાના નરલા રોડ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પોલીસે પોતાની ઓળખ છુપાવીને વેશપલટો કર્યો હતો. પોલીસ ટીમે વેશપલટો ધારણ કરી અલગ-અલગ બે ટુકડીઓમાં વહેંચાઈને સતત બે દિવસ સુધી આરોપીઓની હિલચાલ પર કડક નજર રાખીને સફળતાપૂર્વક રેકી કરી હતી. ​સતત બે દિવસની અથાક મહેનત બાદ પોલીસે આરોપી અજયકુમાર ઉર્ફે ગોપીદાદા રવિન્દ્રકુમાર શામલા (રહેવાસી: તુલાગામ, તાલુકો: નરલા, જિલ્લો: કાલાહાંડી, ઓડિશા) ને ઝડપી લીધો હતો. તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બીજા આરોપી વિશે પણ મહત્વની વિગતો પ્રાપ્ત થઈ હતી. જે આધારે પોલીસે ઓડિશાના ઇન્દ્રમાલ ગામના ઘનઘોર જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરીને બીજા આરોપી ટંકાધરભાઇ રામેશ્વરભાઇ શાહુ (રહેવાસી: ઇન્દ્રમલ ગામ, તાલુકો: નરલા, જિલ્લો: કાલાહાંડી, ઓડિશા) ને પણ જંગલમાંથી શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. બંને આરોપીઓને ઓડિશાથી જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેશપલટો કરીને આ સફળ કામગીરી પાર પાડવામાં પી.એસ.આઈ. એમ.એમ. હિંગોરા સાથે હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ શીંગરખીયા, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ હડીયા, એસ.ઓ.જી. શાખાના કોન્સ્ટેબલ રવીરાજ વાળા, ડ્રાઇવર કોન્સ્ટેબલ મીલનભાઇ સુરેલા તથા ડ્રાઇવર રોહિતભાઇ શાબરીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    લગ્નમાં દુલ્હને 8 કરોડનું સોનું પહેર્યું! મહેમાનોની આંખો ચમકી ગઈ:5 કિલો સોનું પહેરેલી દુલ્હન, શાહી લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ વરરાજાને ઉઠાવી ગઈ
    Next Article
    જામનગરમાં પર્યુષણ પર્વ શરૂ, 8 દિવસ ધાર્મિક કાર્યક્રમો:દેરાસરો અને ઉપાશ્રયોમાં ભક્તિ, આરાધનાનો માહોલ, શ્રાવક-શ્રાવિકાઓ લેશે ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment