Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીને પરીક્ષા અપાવવા આજીજી કરતા વાલીને ધક્કો મારી બહાર કાઢ્યા:ગુજરાત કોલેજના ગેટ પાસે કહ્યું-જીવતા જીવ મરી ગયા હોય તેવું લાગ્યું, NDA-CDSની પરીક્ષા

    7 hours ago

    અમદાવાદ સહિત દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો UPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું હતું. ડિફેન્સ સર્વિસમાં જોડાવવા માંગતા યુવાનો માટે નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA) અને કમ્બાઉન્ડ ડિફેન્સ સર્વિસ(CDS)ની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જોકે પરીક્ષા દરમિયાન ગુજરાત કોલેજ ખાતે આવેલા સેન્ટર પર વિવાદ સર્જાયો હતો. ગુજરાત કોલેજમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ એમ ત્રણ બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર થોડા મોડા પહોચતા તેમને પરીક્ષા સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો નહતો. એક વાલીને શ્વાસની તકલીફ હોવાથી સેન્ટર પહોંચવામાં મોડું થઈ ગયું હતું. દીકરીને પરીક્ષા અપાવવા માટે વાલી કેમ મોડું થયું તે સાંભળવામાં આવે તેવી આજીજી કરતા રહ્યા હતા. રજૂઆત સાંભળ્યા બાદ યોગ્ય લાગે તો જવા દેવામાં આવે તેવી વિનંતી કરતા રહ્યા પરંતુ તેમની દીકરીને પરીક્ષા સેન્ટર પર એન્ટ્રી ન આવતા અંતે નિરાશ થઈને જવું પડ્યું હતું. વાલી નિલેશ બારોટે જણાવ્યું હતું કે,જીવતા જીવ મરી ગયા હોય તેવું લાગ્યું. આ એકઝામ આપીને ઉમેદવારો આર્મીમાં ઓફિસર બની શકે છે NDA-NA II માટે કુલ 394 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ CDS-II 2026માં કુલ 451 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી. NDA-NA પરીક્ષા દ્વારા આર્મી, નેવી અને એરફોર્સમાં પ્રવેશ માટે જ્યારે CDS દ્વારા IMA, INA, એર ફોર્સ એકેડેમી અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં પ્રવેશ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. NDA-CDSની પરીક્ષાનો સમય નેશનલ ડિફેન્સ એકેડેમી એન્ડ નેવલ એકેડેમી એક્ઝામિનેશન (II) માટેનું પ્રથમ પેપર સવારે 10 વાગ્યાથી શરૂ થઈને 12.30 વાગ્યા સુધી છે. ત્યારબાદ બપોરના સત્રમાં બીજું પેપર 2.00 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી જનરલ એબિલિટી ટેસ્ટ (GAT) છે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશન (II)નું આયોજન દિવસ દરમિયાન 3 તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી અંગ્રેજી વિષયનું પ્રથમ પેપર લેવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા તબક્કામાં બપોરે 12.30 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી જનરલ નોલેજનું પેપર અને અંતિમ તબક્કામાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી એલિમેન્ટરી મેથેમેટિક્સની પરીક્ષા. 'ગેટ બંધ કરીને અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું' વાલી નિલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, મારી દીકરીની આજે પરીક્ષા હતી પરંતુ મને શ્વાસની તકલીફ થતા હું ઘરેથી 10 મિનિટ મોડો નીકળ્યો હતો. જોકે સેન્ટર પર 9 વાગ્યાનો ટાઈમ હતો પરંતુ હું 8.45 એ આવી ગયો હતો. હવે અમને એન્ટ્રી પણ આપતા નથી અને કોઈ અધિકારીને મળવા પણ દેતા નથી. જેથી હવે મારી દીકરી સાથે બહાર ઊભો છું. આજે જીવતા જીવ મરી ગયા હોય તેવું લાગ્યું છે. હું એક સામાન્ય ડ્રાઇવર છું અને દીકરીને ખૂબ મજૂરી કરીને ભણાવી છે. અમે કોઈ રૂપિયા વાળા નથી. અમને ગેટની અંદર પણ જવા દેતા નથી અને કોઈ અધિકારી સાથે મળવા પણ દેતા નથી અને ગેટ બંધ કરીને અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. આવી જગ્યાએ આવા માણસો ક્યારે પણ ન ચાલે જવાબદાર વ્યક્તિઓ મૂકવા જોઈએ. 'ભાગીને અંદર ગયા તો જાળી બંધ કરી દેવામાં આવી' ઉમેદવારે જણાવ્યું હતું કે, હું મોઢેરાથી પરીક્ષા આપવા આવ્યો છું લોકો અહીંયા 25 મિનિટ વહેલા આવી ગયા હતા જ્યારે હું 20 મિનિટ વહેલો પહોંચ્યો હતો. નિયમમાં એવું લખેલું છે કે 8.30થી નવ વાગ્યા સુધી વેરિફિકેશન ચાલશે અને ત્યારબાદ પરીક્ષા શરૂ થશે. અમે ક્યારના અહીંયા આવીને ઊભા છીએ પરંતુ અમારો સમય બગાડવામાં આવ્યો છે. કોઈપણ અધિકારી અમને મળવા માટે આવ્યા નથી. પરીક્ષાના થોડા સમય પહેલા મને એન્ટ્રી આપવામાં આવી અને અમે ભાગીને અંદર ગયા તો જાળી બંધ કરી દેવામાં આવી અને સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી હતી. સિક્યુરિટી વાળા એવું કહે છે કે તમે તમારી રીતે વાત કરી લો જેથી હું ભાગીને પહોંચ્યો હતો જાળી બંધ કરી દેવામાં આવી. પરંતુ વાત કરવા માટે કોઈ આવ્યું જ નહીં. એવું કહ્યું કે તમે અવાજ લગાવીને બોલાવી દો જેથી મે બૂમ પાડી પરંતુ કોઈ પણ અધિકારી વાત સાંભળવા માટે બહાર આવ્યા નહીં. 'જે પણ મહેનત કરી હતી તે પાણીમાં જતી રહી' 'અવાજ લગાડીને બોલાવવા માટેની અમારી જવાબદારી થોડી છે. અમે પરીક્ષા માટે મહેનત કરીને સમયસર પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છીએ. પહોંચ્યા ત્યારે પહેલા તો જવા ના દીધા પછી એવું કહ્યું કે કોમર્સ કોલેજના સેન્ટર પર જવાનું છે તો તમે જઈ શકો છો એટલે પહેલા જ ઉમેદવારોને ડિવાઇડ કરીને અંદર મોકલ્યા હતા. જોકે ત્યારબાદ અંદર ગયા તો ત્યાં પણ અમને રોકી દેવામાં આવ્યા. પરીક્ષા આપવા ના મળી હોવાથી જે પણ મહેનત કરી હતી તે પાણીમાં જતી રહી છે. આ રીતનું જ મેનેજમેન્ટ ચાલશે તો કઈ રીતે ઉમેદવારો પરીક્ષા આપશે.'
    Click here to Read More
    Previous Article
    મિત્ર પાસે રૂપિયા માંગવા યુવકને ભારે પડયા:ઓરિસ્સાથી લઈ આવેલ ₹10 લાખના 20.220 કિલો ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રનો યુવક ઝડપાયો
    Next Article
    BRICS ફોટો સેશનમાં જિનપિંગ-પુતિનની વચ્ચે PM મોદી:PMએ કહ્યું- ટેકનોલોજી-મિનરલ્સને હથિયાર બનાવવા ખોટું, તેનાથી દુનિયાના વિકાસ પર અસર પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment