Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ પરિસરમાં NDA-કોંગ્રેસના સાંસદો સામ-સામે આવ્યા:BJP સાંસદે પૂછ્યું- રાહુલ ઝારખંડ કેમ ન ગયા, પ્રિયંકા બોલ્યા- તેઓ વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

    1 day ago

    સંસદ પરિસરમાં NDA અને ઇન્ડિયા બ્લોકના સાંસદોએ મંગળવારે એકબીજા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. NDA સાંસદોએ વિપક્ષ પર સંસદમાં ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો, જ્યારે વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન બંને પક્ષો સામસામે પણ આવી ગયા. પ્રિયંકા ગાંધીના સંસદ પહોંચવા પર BJP સાંસદો રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા. BJP સાંસદ મુકેશ દલાલે પૂછ્યું કે રાહુલ ઝારખંડમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને કેમ નથી મળી રહ્યા. પ્રિયંકા હસતા હસતા તેમની પાસે ગયા અને કહ્યું- રાહુલ ઝારખંડ ગયા છે અને વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો. લોકસભાની કાર્યવાહી પહેલા 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. બપોરે 2 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું, પરંતુ લગભગ અડધા કલાક પછી જ હોબાળાને કારણે કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી. NDA સાંસદોએ મંગળવારે વિપક્ષ સામે સંસદમાં વિરોધ માર્ચ યોજી હતી. સાંસદો હાથમાં પોસ્ટર લઈને પહોંચ્યા, જેમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનના મુદ્દે ચર્ચાથી ભાગવાના આરોપ લગાવવામાં આવ્યા. NDA સાંસદોએ ઝારખંડમાં સોમવારે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને રાહુલના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા. BJP સાંસદ સંજય જયસ્વાલે કહ્યું- અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ રાહુલ ગાંધી તૈયાર નથી. તેમણે લોકસભાને ઠપ્પ કરી રાખી છે. જ્યારે BJP સાંસદ તરુણ ચુઘે કહ્યું કે રાહુલ સંસદમાં ચર્ચાથી ભાગી રહ્યા છે અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ પર ચૂપ છે. BJP સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે વિદ્યાર્થીઓના મામલે વિપક્ષની નીતિ જંતર-મંતર અને ઝારખંડ માટે અલગ-અલગ છે. સંસદમાં થયેલા વિરોધ પ્રદર્શનની તસવીરો... સંસદની કાર્યવાહી સંબંધિત આજના 3 મોટા અપડેટ્સ… 1. વંદે માતરમ્ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘વંદે માતરમ્’ બિલને મંજૂરી આપી દીધી છે. હવે રાષ્ટ્રીય ગીતને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેટલી જ કાનૂની સુરક્ષા મળશે. તેના અપમાન અથવા ગાયનમાં જાણી જોઈને અવરોધ ઉભો કરવા પર 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે. 2. હોબાળા વચ્ચે લોકસભામાં 2 બિલ પાસ: વિપક્ષના વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાએ કેરળનું નામ કેરલમ કરવા અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંબંધિત બે બિલ ચર્ચા વિના પસાર કર્યા. લોકસભા અત્યાર સુધીમાં 11 બિલ પસાર કરી ચૂકી છે, જેમાંથી માત્ર 2 પર ચર્ચા થઈ છે. 3. સરકાર સુરક્ષા દળોની કાર્યવાહી પર ચર્ચા કરવા તૈયાર: કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અમિત શાહ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર, સરકાર ગૃહમંત્રીના નિવેદન અને સુરક્ષા દળો પર જરૂરિયાત કરતાં વધુ બળ પ્રયોગના આરોપો પર ચર્ચા કરવા તૈયાર છે. જ્યારે ખનિજ, ખાણ અને ટ્રિબ્યુનલ સંબંધિત ત્રણ બિલો પર ચર્ચા માટે 2-3 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદ સત્ર સંબંધિત અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    કાર લોન લેતી વખતે ફક્ત EMI ન જુઓ:5 ભૂલો તમારી નવી ગાડી મોંઘી બનાવી શકે છે; જાણો તેનાથી બચવાના ઉપાયો
    Next Article
    ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર લડશે પંજાબ ચૂંટણી:ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની પાર્ટીએ કેહર સિંહના પુત્રને ઉમેદવાર બનાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment