Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-NCRમાં 50% વર્ક ફ્રોમ હોમ, જૂનાં વાહનો પર પ્રતિબંધ:પ્રદૂષણ રોકવા માટે આજથી પ્રતિબંધો; 9 વર્ષમાં ઑક્ટોબરની હવા સૌથી સ્વચ્છ

    18 hours ago

    દિલ્હી-NCRમાં શિયાળા દરમિયાન પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે 1 નવેમ્બરથી નવા પ્રતિબંધો લાગુ થઈ ગયા છે. હવે દિલ્હી બહાર નોંધાયેલી BS-VI કરતાં નીચા ધોરણવાળી ગાડીઓ રાજધાનીમાં પ્રવેશી શકશે નહીં. સરકારી અને પ્રાઈવેટ કંપનીઓમાં 50% કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. જ્યારે, અનેક જાહેર પાર્કિંગમાં ગાડીઓ પાર્ક કરવાનો ચાર્જ પણ બમણો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે જુલાઈમાં વિન્ટર પોલ્યુશન એક્શન પ્લાનને મંજૂરી આપી હતી. તેના હેઠળ દર વર્ષે 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી પ્રદૂષણ રોકવાના ઉપાયો લાગુ કરવામાં આવશે. આ પહેલાં પ્રદૂષણ વધવા પર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ અલગ-અલગ પ્રતિબંધો લાદવામાં આવતા હતા. નવા વિન્ટર પ્લાનમાં કેટલાક નિયમો અગાઉથી નક્કી કરેલી તારીખે લાગુ કરવામાં આવશે. એટલે કે પ્રદૂષણનું સ્તર વધવાની રાહ જોવી પડશે નહીં. GRAP શું છે, ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું? GRAP એટલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન. તેને જાન્યુઆરી 2017માં લાગુ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ દિલ્હી-NCRમાં હવાની ક્વોલિટી ખરાબ થાય ત્યારે પ્રદૂષણના સ્તર અનુસાર પ્રતિબંધો લાગુ કરવાનો છે. આ અંતર્ગત AQIના આધારે ચાર તબક્કામાં પ્રતિબંધો લાગુ કરવામાં આવે છે. પ્રથમ તબક્કો AQI 201થી 300 એટલે કે ખરાબ હવા હોય ત્યારે લાગુ થાય છે. બીજો તબક્કો AQI 301થી 400 એટલે કે અત્યંત ખરાબ હવાની સ્થિતિમાં લાગુ કરવામાં આવે છે. ત્રીજો તબક્કો AQI 401થી 450 અને ચોથો તબક્કો AQI 450થી ઉપર જાય ત્યારે લાગુ થાય છે. દરેક તબક્કા સાથે પ્રદૂષણ રોકવા માટે પ્રતિબંધો વધુ કડક બનતા જાય છે. જૂના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દિલ્હીની બહાર નોંધાયેલા BS-VI કરતાં નીચા ધોરણવાળા વાહનો 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2027 સુધી રાજધાનીમાં પ્રવેશી શકશે નહીં. તેમાં નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદથી આવતા જૂના પેટ્રોલ-ડીઝલ વાહનોનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક અને CNG વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા આવશ્યક સેવાઓના વાહનોને પણ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે. બાંધકામ અને તોડફોડના કામો બંધ 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ધૂળ ફેલાવતા બાંધકામ અને તોડફોડના કામો પર પ્રતિબંધ રહેશે. જરૂરી જાહેર માળખાકીય સુવિધાઓની યોજનાઓને નક્કી કરેલી શરતો સાથે છૂટ મળી શકે છે. જોકે, ઇમારતોની અંદર વીજળી, પ્લમ્બિંગ અને ફિનિશિંગ સંબંધિત કામો ચાલુ રહી શકશે. આ ઉપરાંત, 10 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી બાંધકામ અને તોડફોડના કામો પર વધુ કડક પ્રતિબંધ લાગુ થશે. કચેરીઓમાં માત્ર અડધા કર્મચારીઓ જ આવશે સરકારી અને ખાનગી કચેરીઓમાં એક સમયે માત્ર 50% કર્મચારીઓ જ ઓફિસ આવી શકશે. બાકીના કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. આ વ્યવસ્થા 28 ફેબ્રુઆરી 2027 સુધી લાગુ રહેશે. જરૂરી અને ઈમરજન્સીની સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને આમાંથી છૂટ આપવામાં આવી છે. દિલ્હી નગર નિગમની કચેરીઓ સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી અને દિલ્હી સરકારની કચેરીઓ સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પ્રાઈવેટ ઓફિસોને કર્મચારીઓ વચ્ચે કારપૂલિંગ અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. પીયુસી સર્ટિફિકેટ વિના ઈંધણ નહીં મળે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે અનેક જાહેર પાર્કિંગ સ્થળોએ 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી પાર્કિંગ ચાર્જ બમણો રહેશે. જોકે, દિલ્હી મેટ્રો દ્વારા સંચાલિત પાર્કિંગ પર આ વધારો લાગુ નહીં થાય. દિલ્હીમાં માન્ય PUC વિના વાહનોને પેટ્રોલ, ડીઝલ અને CNG મળશે નહીં. આ નિયમ લાગુ કરવા માટે 500 પેટ્રોલ પંપો પર ઑટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને તેમની માહિતીની ચકાસણી કરશે. કેમેરાથી થશે દેખરેખ, નિયમ તોડવા પર મેમો અપાશે નવા નિયમોનું પાલન કરાવવા માટે વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી છે. ANPR કેમેરા અને AI ટેક્નોલોજીની મદદથી વાહનો પર નજર રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ઈ-મેમો આપવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લોકોને પ્રદૂષણ રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે રામલીલા મેદાનમાં SIR સામે વિપક્ષની મહારેલી:4000 જવાનો, 14 સુરક્ષા ઝોન સાથે પોલીસ સજ્જ, CTIનો રાહુલને ચોથો લેટર, કહ્યું- અઢી લાખ દુકાન બંધ રહેશે
    Next Article
    મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી:રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસ રેડ, ટેબલ-ખુરશીના કવરથી મોં છુપાવ્યા, 43 પુરુષ-33 મહિલા ઝડપાઈ; ઉદ્યોગપતિઓની હાજરીની ચર્ચા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment