Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ વન ઝેવિયર્સ સ્કૂલમાં ઇન્કમ ટેક્સ ડે પર સ્પર્ધા:. "My Income Tax, My Pride" થીમ પર પોસ્ટર સ્પર્ધા

    22 hours ago

    અમદાવાદના નરોડા સ્થિત એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ૨૪ જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ ડે નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે "My Income Tax, My Pride" થીમ પર પોસ્ટર અને પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા ગુજરાત સરકારના પોર્ટલ અંતર્ગત આયોજિત કરાઈ હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કર જાગૃતિ લાવવાનો હતો. તેમાં જવાબદાર નાગરિક તરીકે કરચુકવણીનું મહત્વ અને રાષ્ટ્રના વિકાસમાં આવકવેરાના યોગદાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાની શરૂઆતમાં, વિદ્યાર્થીઓને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી થીમ અને પોસ્ટર તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા વિશે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક કૌશલ્ય અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને વિવિધ આકર્ષક પોસ્ટરો બનાવ્યા હતા. આ પોસ્ટરોમાં "Mission Viksit Bharat 2047 – Every Taxpayer Coun ts", સમયસર કરચુકવણી, પ્રામાણિક કરદાતા, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, જાહેર સુવિધાઓ અને દેશના સર્વાંગી વિકાસમાં આવકવેરાના મહત્વને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તૈયાર થયેલા પોસ્ટરોનું શાળા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. પસંદગી પામેલી શ્રેષ્ઠ કૃતિઓને ગુજરાત સરકારના નિર્ધારિત પોર્ટલ પર અપલોડ કરીને રાજ્યસ્તરીય સ્પર્ધા માટે મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાંથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો:આમોદના બુવા ગામમાં પાણી ઘૂસ્યા, ગામ તરફ જતો મુખ્ય માર્ગ જળમગ્ન થતાં વાહનવ્યવહાર ઠપ્પ
    Next Article
    ‘Sebaashray camp is a scam’: Bengal CM targets Abhishek Banerjee, warns of strict action

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment