Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUની બોયઝ હોસ્ટેલની ગણેશ આગમન યાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ:KM હોલ અને SP હોલની આગમન યાત્રા દરમિયાન હોમ સાયન્સ ફેકલ્ટી પાસે બંને જૂથ આમને-સામને આવ્યા, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

    4 days ago

    વડોદરા શહેરની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને મારામારીની થઈ હતી. KM હોલ અને SP હોલ સહિતની ગણેશ આગમન યાત્રાઓ દરમિયાન હોમ સાયન્સ ફેકલ્ટી નજીક વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના KM હોલ અને SP હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને શુક્રવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ABVPના આગેવાનો દ્વારા KM હોલ સહિત અન્ય હોલમાં ગણેશજી બિરાજમાન કરવામાં આવનાર હતાં. KM હોલની ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી અને આ સમયે જ ABVP દ્વારા પણ ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. બંને યાત્રા હોમ સાયન્સ ફેકલ્ટી નજીક પહોંચતા બંને જૂથના વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતા. આ સમયે બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થી સક્ષમ દૂબેએ જણાવ્યું હતું કે, હું LLBનો અભ્યાસ કરું છું. આજે KM હોલના ગણેશજીના કાર્યક્રમ દરમિયાન અમે આપણી ગણેશજીની યાત્રા લઈને આગળ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા લોકોએ અમને ગણેશજીની યાત્રા ઝડપથી આગળ વધારવા કહ્યું હતું અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. અમે તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ અમારી સાથે ધક્કામુક્કી અને મારામારી કરવા લાગ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ મારા મિત્રો પર હુમલો કર્યો હતો, ખાસ કરીને એક મિત્રનું નામ પૂછીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મારા જૂનિયર મિત્ર અભિષેક ગિરી અને અન્ય એક મિત્રને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને લોહી નીકળ્યું છે. ઇજાગ્રસ્ત મિત્રોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી છે. ABVPના કાર્યકર આશિષ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે ગણેશજી આગમનનો કાર્યક્રમ હતો. એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરતા હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ બાબતે તેમની સાથે વાતચીત કરતી વખતે થોડી ધક્કામુક્કી થઈ હતી, ત્યારબાદ જ્યારે અમે ગણેશજીની આરતી કરી રહ્યા હતા, ત્યારે સામેથી શ્યામ પંડ્યા અને તેમના સાથીદારો આવ્યા હતા અને અમારા પર અચાનક હુમલો કરી દીધો હતો. 10થી વધુ લોકોએ ભેગા મળીને ચાર-પાંચ જણા પર મારામારી કરી હતી, જેમાં અમારા એક સભ્યને ઇજા પહોંચતા તેને સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Indian Woman Explains Why A Higher Pay Package Doesn't Always Mean Savings In Dubai
    Next Article
    યાર્ડના વેપારી સાથે રૂ.1.63 કરોડની છેતરપિંડી:'રોકાણ તમારૂ અને મહેનત મારી' કહી ફસાવ્યા, રૂ.2.29 કરોડ લીધા બાદ રૂ.65.92 લાખ પરત આપી બાકીના રૂપિયા શેરબજારમાં હારી ગયાનું કહીં હાથ ઊંચા કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment