Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUના ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાંથી દેશભરમાં તેજસ્વી તારલાઓ ઝળક્યા:વિદ્યાર્થી મયંક રાઝોરિયાએ GATE XLમાં AIR 31, GATE BTમાં AIR 258, JAM BTમાં AIR 42 મેળવ્યો, ધ્યેય શાહે GATE EYમાં AIR 22માં સ્થાન પ્રાપ્ત કર્યું

    5 दिन पहले

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટ (પ્રાણીશાસ્ત્ર વિભાગ)ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2025–2026 દરમિયાન રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મેળવી વિભાગનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે. નોંધનીય બાબત એ છે કે, દર વર્ષે આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ આવી જ પ્રભાવશાળી સિદ્ધિઓ હાંસલ કરીને વિભાગ અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે, જે અહીંના શૈક્ષણિક માહોલ અને માર્ગદર્શનની ગુણવત્તા દર્શાવે છે. આ યાદીમાં સૌથી તેજસ્વી સિદ્ધિ મેળવતા વિદ્યાર્થી તરીકે મયંક રાઝોરિયાએ અનોખી ઓળખ બનાવી છે. મયંકે GATE XLમાં AIR 31, GATE BTમાં AIR 258 અને JAM BTમાં AIR 42 મેળવી અત્યંત પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે. વધુમાં JGEEBILS માટેની ઇન્ટરવ્યુ શોર્ટલિસ્ટમાં દેશના ટોચના 100 ઉમેદવારોમાં સ્થાન મેળવી મયંકે પોતાની ક્ષમતા અને મહેનતનો પરિચય આપ્યો છે. મહત્વની બાબત એ છે કે મયંકને બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) માં MSc માટે પસંદગી મળવાની શક્યતા છે, જે NIRF મુજબ ભારતની ક્રમાંક 1 સંસ્થા છે અને વૈશ્વિક સ્તરે પણ અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. મયંકની આ સિદ્ધિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ઝૂલોજી ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે. મયંક રાઝોરિયાએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, ઝૂલોજી ડિપાર્ટમેન્ટનો અભ્યાસક્રમ અત્યંત આધુનિક અને અપડેટેડ છે, જેમાં મોલેક્યુલર બાયોલોજી, સેલ બાયોલોજી, કેન્સર બાયોલોજી, ન્યુરોબાયોલોજી, વાઇલ્ડલાઇફ બાયોલોજી, ફિશરીઝ અને ટોક્સિકોલોજી જેવા વિષયોનો સમાવેશ થાય છે., જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓના સિલેબસ સાથે સુસંગત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં લેવાતી નિયમિત થિયરી અને પ્રેક્ટિકલ ક્લાસિસે વિષય અંગેની તેમની સમજ વધારી છે અને ખાસ કરીને થિયરી ક્લાસિસે સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ મદદરૂપ બની છે. આ ઉપરાંત ટીવાયબીએસસીના વિદ્યાર્થી ઉજ્મા કાચલિયા, વિશાખા રાય, દિવ્યા જાદવ અને પીયુષ મારવાડીએ અનુક્રમે GATE XL, JAM BT, IIT JAM અને GATE EY જેવી પરીક્ષાઓમાં ભવ્ય સફળતા મેળવી છે. એસવાયબીએસસીના ધ્યેય શાહે GATE EY માં AIR 22માં સ્થાન મેળવી ઝૂલોજી ડિપાર્ટમેન્ટ ને ગૌરવ અપાવ્યું છે. એમએસસી ફાઈનલના કરણસિંહ જાડેજા અને શ્રેયા કોતસ્થાને GSET પરીક્ષા પાસ કરીને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી છે, જ્યારે અનામિકા ચૌહાણે GATE પરીક્ષા પાસ કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઝૂલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની કઠોર મહેનતના પરિણામે આ સફળતાઓ પ્રાપ્ત થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ઝૂલોજી ડિપાર્ટમેન્ટ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે અને આગામી પેઢીના વિદ્યાર્થીઓને નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે. આવી સતત સિદ્ધિઓથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ઝૂલોજી ડિપાર્ટમેન્ટએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અહીંથી ઉભરતા વિદ્યાર્થીઓ દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે અને યુનિવર્સિટીને ગૌરવ અપાવી રહ્યા છે. ભૂતકાળમાં પણ ઝૂલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે WII, NCCS, NCBS, IISc, IISER, IITs અને NIRRH માં પ્રવેશ મેળવી પોતાની પ્રતિભા દર્શાવી છે. પરીક્ષાના સંક્ષિપ્ત શબ્દોની સમજણ IIT JAM (Joint Admission Test for MSc) → IIT અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં MSc માટે પ્રવેશ માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા GATE (Graduate Aptitude Test in Engineering) → ઉચ્ચ અભ્યાસ (MTech/PhD) અને સંશોધન માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા GATE - EY (Ecology and Evolution) → પર્યાવરણ, જીવવિવિધતા અને ઉત્ક્રાંતિ વિષયક અભ્યાસ GATE - XL (Life Sciences) → બાયોકેમિસ્ટ્રી, બોટની, ઝૂઓલોજી સહિતના જીવવિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો GATE - BT (Biotechnology) → બાયોટેક્નોલોજી, મોલેક્યુલર બાયોલોજી અને જિનેટિક ઇન્જિનિયરિંગ આધારિત અભ્યાસ JGEEBILS (Joint Graduate Entrance Examination for Biology and Interdisciplinary Life Sciences) → દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાં PhD પ્રવેશ માટેની પ્રતિષ્ઠિત પરીક્ષા.
    Click here to Read More
    Previous Article
    PI પર હુમલો કરનાર ધમો બારડ કોણ?:પોલીસ સ્ટેશનમાં મહિલાકર્મીની છેડતી કરી’તી, અમદાવાદથી ગાંધીનગર સુધી આતંક, ખંડણી-હત્યા સહિતના 26થી વધુ ગુના
    Next Article
    ભરૂચમાં નવો રોડ બન્યાના થોડા દિવસમાં જ ઉખાડાયો:ગટર કામગીરી માટે રોડ તોડતા સ્થાનિકો અને કોર્પોરેટરમાં નારાજગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment