Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદમાં વિપક્ષનું પ્રદર્શન, બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત:લોકસભામાં MSME સંશોધન બિલ પસાર; મોદીએ 45 નવા સાંસદો સાથે બેઠક કરી

    13 hours ago

    વિરોધ પક્ષના સાંસદોએ શુક્રવારે પણ સંસદ પરિસરમાં ભારે વરસાદ વચ્ચે રામ મંદિરમાં દાન ચોરી અને જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સંશોધન) વિધેયક 2026 (MSME વિધેયક) ધ્વનિમતથી પસાર થયું. ત્યારબાદ લોકસભા- રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસે શુક્રવારે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કરીને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે ચર્ચાની માંગ કરી છે. સાંસદ મણિકમ ટાગોરે ગૃહમંત્રી અમિત શાહ પાસે સમગ્ર મામલે નિવેદન આપવા અને ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી. પીએમ મોદીને તેમના ઘરે પ્રથમ વખત ચૂંટાયેલા અને નવા લગભગ 45 લોકસભા સાંસદોએ શુક્રવારે સવારે 9 વાગ્યે બ્રેકફાસ્ટ સાથે મુલાકાત કરી. નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) ના જગદીશ બસુનિયાએ કહ્યું- પીએમએ અમને કહ્યું કે આપણે બધા NDA પરિવારનો ભાગ છીએ. સંસદ પરિસરમાં વિપક્ષનો વિરોધ પ્રદર્શન… કોંગ્રેસે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસે શુક્રવારે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કરીને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે ચર્ચાની માંગ કરી છે. સાંસદ મણિકમ ટાગોરે ગૃહમંત્રી અમિત શાહ પાસે સમગ્ર મામલે નિવેદન આપવા અને ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી. લોકસભાની કાર્યવાહી શુક્રવારે 11 વાગ્યે શરૂ થઈ હતી પરંતુ વિપક્ષના હોબાળાને કારણે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યે ફરીથી કાર્યવાહી શરૂ થઈ અને 10 મિનિટ સુધી ચાલી પરંતુ પછી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. આ તરફ, રાજ્યસભાની કાર્યવાહી 11 વાગ્યે શરૂ થઈ અને 30 મિનિટ સુધી ચાલી. પરંતુ વિપક્ષના હોબાળાને કારણે પહેલા 12 વાગ્યા સુધી અને પછી 12 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. સંસદની કાર્યવાહી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    થાઈલેન્ડમાં ધો. 9નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યું:પછી સ્કૂલે આવીને ધડાધડ ફાયરિંગ કર્યું, 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    Next Article
    ભાજપના મોટા નેતા CCTV બંધ કરાવી ભાગવા જતા શરમમાં મૂકાયા:ગાડીનો કાચ ચડાવી છૂમંતર થઇ ગયા, આરોપીને શોધવા પોલીસે મજુરોને ધંધે લગાડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment