Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની MS યુનિ.માં BA પ્રવેશ 2026–27 પ્રક્રિયા શરૂ:અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તબક્કાવાર માર્ગદર્શિકા જાહેર, જાણો મહત્વની પ્રક્રિયા અને તારીખો

    2 days ago

    ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ની ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026–27 માટે બેચલર ઓફ આર્ટ્સ (B.A.) ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તબક્કાવાર માર્ગદર્શિકા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ’ (GCAS) પોર્ટલ મારફતે નિર્ધારિત સમયપત્રક મુજબ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન પ્રોફ. કલ્પના ગાવલીના માર્ગદર્શન હેઠળ પ્રવેશ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વિદ્યાર્થીમૈત્રીપૂર્ણ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કો પૂર્ણ, મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કા તરીકે 'રજિસ્ટ્રેશન રાઉન્ડ-1' તારીખ 7 મે, 2026થી 28 મે, 2026 સુધી યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ, દસ્તાવેજ અપલોડ અને વિષય પસંદગી સાથે ઓનલાઇન અરજી સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આજરોજ, 29 મે, 2026થી 1 જૂન, 2026 દરમિયાન ટેકનિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 4 દિવસીય તબક્કામાં પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની ચકાસણી કરીને યુનિવર્સિટીના માર્ગદર્શક સિદ્ધાંતો અને GCAS પોર્ટલના નિયમો અનુસાર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. 2 જૂનથી ફિઝિકલ રિપોર્ટિંગ અને એડમિશન કન્ફર્મેશન મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ 2 જૂન, 2026થી 6 જૂન, 2026 દરમિયાન વિદ્યાર્થીઓએ નીચે મુજબની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે: ઓનલાઇન કન્સેન્ટ (Consent): વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર લોગ-ઇન કરીને પોતાની એડમિશન ઓફર તપાસવાની રહેશે. જો તેઓ ઉચ્ચ પ્રાથમિકતાવાળી કોલેજમાં પ્રવેશ ઈચ્છતા હોય તો ઓનલાઈન કન્સેન્ટ આપવાનું રહેશે. ફિઝિકલ વેરિફિકેશન: પ્રવેશ ઓફર મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના તમામ મૂળ પ્રમાણપત્રો, ઓફર લેટર અને સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલોના એક સેટ સાથે ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે. ફી પેમેન્ટ અને OTP કન્ફર્મેશન: દસ્તાવેજોની યોગ્ય ચકાસણી બાદ વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફી ભરવાની રહેશે અને મોબાઇલ પર આવનારા OTP દ્વારા પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. અન્ય વિષયોની પસંદગી: આ જ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મુખ્ય (Major) વિષય સિવાયના અન્ય પેટા વિષયોની પસંદગી પણ ફેકલ્ટીની સૂચના અને બેઠકોની ઉપલબ્ધતાના આધારે કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયાનું મહત્વપૂર્ણ ટાઈમટેબલ વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ: પ્રવેશ પ્રક્રિયા દરમિયાન OTP આધારિત કન્ફર્મેશન ખૂબ જ મહત્વનું હોવાથી, વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર નોંધાયેલો પોતાનો મોબાઇલ નંબર સક્રિય (Active) રાખવો અનિવાર્ય છે. વધુ માહિતી અને અદ્યતન અપડેટ્સ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અને GCAS પોર્ટલ નિયમિત જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મિનરલ્સ એસો.ની કલેક્ટરને રજૂઆત:રોયલ્ટી મુદ્દે કારખાનેદારોને હેરાન ન કરવા માંગ
    Next Article
    After Dhanendra Kumar's Death, A Look At Why AC Units Catch Fire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment