Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિવર્સિટીમાં વિદેશી વિધાર્થીઓનો ધસારો:31 દેશોના 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સૌથી વધુ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ

    2 days ago

    વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સના આંકડા અનુસાર, શૈક્ષણિક વર્ષ 2026-27માટે 31 દેશોના કુલ 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવ્યો છે. દેશવાર વિગતો અનુસાર બાંગ્લાદેશના સૌથી વધુ 23 વિદ્યાર્થીઓ સાથે સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. ત્યારબાદ તાન્ઝાનિયાના 11, શ્રીલંકાના 9, મોઝામ્બિકના 7, બોત્સ્વાના અને નેપાળના 6-6 તથા ઘાના અને મ્યાનમારના 5-5 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત અંગોલા, ભૂટાન, બ્રાઝિલ, બુરુન્ડી, જિબૂતી, ઇસ્વાતિની, ગેમ્બિયા, ઇન્ડોનેશિયા, આઇવરી કોસ્ટ, કેન્યા, લેસોથો, મેડાગાસ્કર, મોરિશિયસ, નામિબિયા, પાપુઆ ન્યૂ ગિની, રશિયા, રવાન્ડા, દક્ષિણ આફ્રિકા, તાજિકિસ્તાન, યુગાન્ડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટીમાં જોડાયા છે. ફેકલ્ટીવાર વિતરણમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં સૌથી વધુ 31 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ત્યારબાદ ફેકલ્ટી ઑફ સાયન્સમાં 20, ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં 19, ફેકલ્ટી ઑફ આર્ટ્સમાં 17 અને ફેકલ્ટી ઑફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં 9 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વધુમાં ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સિસ તથા ફેકલ્ટી ઑફ સોશિયલ વર્કમાં 5-5, ફેકલ્ટી ઑફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં 2 અને ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં 1 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે. ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સના ઇન્ચાર્જ ડિરેક્ટર ડૉ. રણજિતસિંહ દેવકરે જણાવ્યું કે, “31 દેશોના 109 વિદ્યાર્થીઓનો પ્રવેશ યુનિવર્સિટીની વધતી આંતરરાષ્ટ્રીય ઓળખ અને શૈક્ષણિક આકર્ષણનું પ્રતિબિંબ છે.” તેમણે ઉમેર્યું કે પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે. યુનિવર્સિટી દરેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને સહાયક અને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે. પ્રો. હિતેશ ડી. રવિયા, ઓએસડી, પબ્લિક રિલેશન્સ એન્ડ કમ્યુનિકેશને કહ્યું કે, વિવિધ દેશોના વિદ્યાર્થીઓની હાજરી યુનિવર્સિટીના બહુસાંસ્કૃતિક વાતાવરણને સમૃદ્ધ બનાવે છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શૈક્ષણિક વારસાને આગળ વધારે છે. યુનિવર્સિટી તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે અને તેમની સક્રિય સહભાગિતાની અપેક્ષા રાખે છે.
    Click here to Read More
    Previous Article
    ખાવડા નજીક LCBએ ગેરકાયદે ખનીજ પરિવહન ઝડપ્યું:માટી ભરેલો ટ્રક ઝડપી ખાણ-ખનીજ વિભાગને સોંપાયો
    Next Article
    જખૌ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ આરોપીને કાર અને મુદ્દામાલ સાથે ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment