Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે ઠગાઈ:ભાઈને ત્યાં કારીગર હોવાની તરીકેની ખોટી ઓળખ આપીને સાયબર ઠગે યુવકને શિકાર બનાવ્યો, 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

    13 hours ago

    ઓળખીતા વ્યક્તિના કારીગર તરીકેની ખોટી ઓળખ આપીને યુવકને શિકાર બનાવ્યો હતો. ભાઈના માર્બલ કામના કારીગર હોવાનું જણાવીને ફોન કરનાર ઠગે MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બેંક એકાઉન્ટ બંધ હોવાનું કહી તેના ખાતામાં 45,500 રૂપિયા જમા કરાવ્યાનો બનાવટી સ્ક્રીનશોટ મોકલ્યો. ત્યારબાદ વિશ્વાસમાં લઈ ત્યારથી પાસેથી UPI મારફતે 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેથી વિદ્યાર્થીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઓ.પી. રોડ ખાતે મેઘધનુષ્ય સોસાયટીમાં રહેતો 23 વર્ષીય યુવક એમ.એસ. યુનિવર્સિટીમાં BCAના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીએ નોધાવેલી ફરિયાદ મુજબ મૂળ કોડીનારનો હોવાથી તેના કુટુંબીભાઈના ઘરે માર્બલનું કામ ચાલતું હતું. અગાઉ ત્યાં કામ દરમિયાન દિવ્યંમની મુલાકાત થઈ હોવાથી તે કારીગરોને ઓળખતો હતો. ગત 8 જુલાઈના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં વિદ્યાર્થીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે તેમના કુટુંબીભાઈના માર્બલ કામનો કારીગર હોવાનું જણાવી કુટુંબીભાઈનું બેંક એકાઉન્ટ બંધ હોવાથી રૂ.45,500 વિદ્યાર્થીના ખાતામાં જમા કરાવ્યા હોવાનું કહ્યું હતું. આ સાથે વોટ્સએપ પર રૂ.45,500 જમા થયાનો બનાવટી સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો. વિદ્યાર્થીને વાત સાચી લાગી જતા ફોન કરનારે પ્રથમ રૂ.30 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. વિશ્વાસમાં આવી યુવકે UPI એપ્લિકેશન મારફતે રૂ.30 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ઠગે વધુ રૂ.15 હજાર મોકલવા અને રૂ.500 પોતે રાખી લેવા જણાવ્યું હતું. આ વાતથી શંકા જતા દિવ્યંમે પોતાના બેંક ખાતાનું બેલેન્સ ચેક કરતાં રૂ.45,500 જમા થયા જ નહોતા અને તેના ખાતામાંથી જ રૂ.30 હજાર ડેબિટ થયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેણે કુટુંબીભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં કોઈ બેંક એકાઉન્ટ બંધ ન હોવાનું તથા કોઈ કારીગરને રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વિદ્યાર્થીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જેપી રોડ પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે પોલીસે ઠગ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    5000 અમેરિકી સૈનિકો વેકેશન માણવા થાઈલેન્ડ પહોંચ્યા:રેડ લાઈટ એરિયામાં જવા પર પ્રતિબંધ, 50 સેક્સ વર્કર્સની પોલીસે અટકાયત કરી
    Next Article
    હોટફિક્સના કચરામાં આગ લાગવાના ફાયર વિભાગને 60 કલાકમાં 13 કોલ:હીરાબાગ ફ્લાયઓવરના બેરિંગ બળતા 10 લાખનું નુકસાન, બીજી ઘટનામાં બે કાર ખાખ, બે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment