Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ MS યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપશે:161 વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ એનાયત કરાશે, 12,600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

    19 hours ago

    વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો 75મો પદવીદાન આજે (23 સપ્ટેમ્બર) કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી દીક્ષાંત પ્રવચન આપશે. સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 161 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને કુલ 202 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. 12,600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. રાષ્ટ્રપતિની હાજરીને કારણે આ વખતે પદવીદાન સમારોહની વ્યવસ્થાઓમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે 30 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત યુનિવર્સિટીના 75માં કોન્વોકેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. પરંપરાગત રીતે તમામ મેડલ મુખ્ય અતિથિના હસ્તે જ આપવામાં આવતા હોય છે. પરંતુ રાષ્ટ્રપતિએ કાર્યક્રમ માટે માત્ર 1 જ કલાકનો સમય ફાળવ્યો હોવાથી તેઓ માત્ર 30 વિદ્યાર્થીઓને જ પોતાના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી શકશે. રાષ્ટ્રપતિ પોતાના દીક્ષાંત પ્રવચન બાદ તુરંત જ રવાના થઈ જશે. જેથી સમારોહમાં 15થી 20 મિનિટનો વિરામ પડશે. રાષ્ટ્રપતિની વિદાય બાદ બાકી રહેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ વિતરણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 11.25 વાગ્યે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત થશે અને તેમના આવ્યા બાદ તરત જ નિર્ધારિત ફોટો સેશન યોજાશે. ડિગ્રી પાસ કરવાની પ્રક્રિયા રજિસ્ટ્રાર કરશે પ્રથમવાર દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલના પગલે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ, ઇસી સભ્યો, બીઓમના સભ્યને સ્ટેજ પર સ્થાન નહિ મળે. તેની જગ્યાએ સ્ટેજ સામે પ્રથમ હરોળમાં તેમને બેસાડવામાં આવશે. તેમજ ફેકલ્ટી ડીન દ્વારા ડિગ્રી પાસ કરવાની પ્રક્રિયા પણ નહિ થાય તેની જગ્યાએ રજિસ્ટ્રાર ડિગ્રી પાસ કરવાની પ્રક્રિયા કરશે. યુનિવર્સિટી સોન્ગ પણ રાષ્ટ્રપતિ ગયા પછી વગાડાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણના વાળીનાથ ચોકમાં રામદેવપીરની ભજન સંધ્યા યોજાઈ:અજવાળી અગિયારસ નિમિત્તે પ્રકૃતિ ઉદ્યાનમાં સંતવાણી, કોર્પોરેટર અને દાતાઓનું સન્માન કરાયું
    Next Article
    Asian Games 2026 Day 4 LIVE Updates: Mirabai Chanu Eyes First-Ever Medal After Manu Bhaker Setback

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment