Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળામાં MRP કરતા વધુ ભાવ વસૂલતા વેપારીને રૂ.5000નો દંડ!:રાજકોટના રેસકોર્સ મેદાનમાં નાના ફેરિયાઓનો સામાન તોડતો સિક્યુરિટી ઇન્ચાર્જ, એજન્સીને નોટિસ ફટકારાશે

    9 hours ago

    રાજકોટનો લોકમેળો લૂંટ મેળો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આઇસ્ક્રીમના સ્ટોલમાં MRP મૂજબ રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ છે. જ્યારે અહીં નાના ધંધાર્થીઓ પર સિતમ ગુજારવામાં આવતું હોવાનો વિડિયો વાયરલ થયો છે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ લાકડી લઈને નાના ધંધાર્થીઓની ચીજ વસ્તુઓમાં તોડીફોડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળાના બીજા દિવસે 2 અલગ અલગ વીડિયો વાયરલ થયા છે. જેમાં એક આઇસક્રીમ પાર્લરમાં સ્ટોલ ધારક દ્વારા દાદાગીરી કરી રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલવામાં આવી રહ્યા હતા. આ વેપારીને વહીવટી તંત્રનો જાણે ડર જ ન હોય તે રીતે બેફામ લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થયો છે જોકે આ વીડિયોના આધારે વહીવટી તંત્ર તપાસ કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકમેળાનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ નાના ફેરિયાઓ પર લાકડીઓથી સિતમ ગુજારતો હોવાનું સામે આવ્યું છે. જેમાં તે સિક્યુરિટી ગાર્ડ લાકડી લઈ નાના ફેરિયાઓની ચીજ વસ્તુઓ તોડી નુકસાન પહોંચાડે છે. સિક્યુરિટી ગાર્ડની જોહુકમીભર્યો આ વીડિયો નિહાળી મેળામાં ઉપસ્થિત સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. કલેક્ટર તંત્ર દ્વારા ગ્રોમોર સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને લાકડીઓથી નાના ફેરિયાઓની ચીજવસ્તુઓ તોડતો સિક્યુરિટી ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ પરિહાર હોવાનું સામે આવ્યું છે. એક તરફ જ્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને સ્વરોજગાર શરૂ કરવા માગતા લોકો માટે માનવ ગરિમા યોજના, વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે બીજી તરફ આ નાના ફેરીયાઓને લોકમેળા દરમિયાન પોતાની રોજી રોટી મેળવી શકે તે માટે પ્રોત્સાહન આપવાની બદલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વીંઝી સિતમ ગુજારવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. MRP કરતા વધુ ભાવથી ખાદ્ય ચીજવસ્તુઓ વહેંચતા આઇસક્રીમના વેપારીને રૂ.5,000નો દંડ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં આઈસ્ક્રીમના વેપારી દ્વારા એમઆરપી કરતાં વધુ ભાવથી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીને તોલમાપ વિભાગ દ્વારા રૂ.5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં આઈસ્ક્રીમના વેપારીને ત્યાં ગ્રાહક જ્યારે ચોકબારની ખરીદી કરવા માટે પહોંચ્યા ત્યારે એમ.આર.પી.માં રૂ.20 લખવામાં આવ્યા હતા અને વેપારી રૂ.25 લેતા હતા. જેનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી જે બાદ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અજય ઝાંપડાએ આ આઇસ્ક્રીમના વેપારીને ત્યાં તપાસ માટે તોલમાપ વિભાગની ટીમને મોકલવામાં આવી હતી અને ત્યારબાદ ખરેખર આ વેપારી ગ્રાહકો પાસેથી એમઆરપી કરતાં વધુ નાણાં લેતા હોવાનું સાબિત થતાં તે વેપારીને રૂ.5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડના વિડીયો બાબતે સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારવા માટે પશ્ચિમ મામલતદારને આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પુત્રીના નિવેદન બાદ તેલંગાણાના મંત્રીને બરતરફ કરાયા:CM રેડ્ડી પર ₹200 કરોડની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો; રાજ્યપાલને ભલામણ મોકલી
    Next Article
    જન્માષ્ટમી પર ગુજરાત બન્યું કૃષ્ણમય:દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રીકૃષ્ણના 5253મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે, લાલાને વધાવવા ભક્તો આતુર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment