Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારપુર મેડિકલ કોલેજમાં દુર્લભ MRKH સિન્ડ્રોમની સફળ સર્જરી:22 વર્ષીય મહિલાને કૃત્રિમ જનનાંગ બનાવી નવું જીવન આપ્યું

    3 days ago

    પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે 23 જૂન 2026 ના રોજ ગાયનેક વિભાગમાં એક અત્યંત જટિલ અને દુર્લભ વજાઈનોપ્લાસ્ટિ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. જન્મજાત ખામીના કારણે જનનાંગ અને ગર્ભાશયનો વિકાસ ન પામેલી 22 વર્ષની મહિલા દર્દીને આ મોંઘી સર્જરી તદ્દન વિનામૂલ્યે કરીને નવું જીવન આપવામાં આવ્યું છે. આ મહિલા દર્દી MRKH Syndrome (મેયર-રોકિટન્સકી-કુસ્ટર-હૌઝર સિન્ડ્રોમ) નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડિત હતી. આ એક એવી જન્મજાત ખામી છે જે સામાન્ય રીતે 10,000 મહિલાઓમાંથી માત્ર એક જ મહિલામાં જોવા મળે છે, જેમાં જન્મથી જ ગર્ભાશયની કોથળી અને માસિક જનનાંગનો વિકાસ થતો નથી. આ ગંભીર ખામીનું સચોટ નિદાન થયા બાદ હોસ્પિટલના સત્તાધીશો અને તબીબો દ્વારા દર્દીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. તબીબી અધિક્ષક ડૉ. પારૂલબેન શર્મા, ડીન ડૉ. હાર્દિક શાહ અને આરએમઓ ડૉ. રમેશભાઈ પ્રજાપતિના વિશેષ સહકારથી પીડિત મહિલાને જટિલ સર્જરી દ્વારા નવું અંગ બનાવી આપવાનું નક્કી કરાયું હતું. આ માટે નિષ્ણાત સર્જનોની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ અત્યંત જટિલ વજાઈનોપ્લાસ્ટિ સર્જરીને સફળ બનાવવા માટે નિષ્ણાંત સર્જન ડૉ. વિનીત મિશ્રા, ગાયનેક સર્જન ડૉ. ઉદય પટેલ, પ્લાસ્ટિક સર્જન ડૉ. હિરેન ઓઝા તેમજ અન્ય તબીબો અને પેરામેડિકલ સ્ટાફની સંયુક્ત ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની જટિલ પ્રક્રિયા બાદ મહિલા દર્દીને સફળતાપૂર્વક કૃત્રિમ રીતે જનનાંગ બનાવી આપવામાં આવ્યું છે. સર્જરી બાદ દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ ગણાતી આ મેડિકલ પ્રક્રિયા ધારપુર મેડિકલ કોલેજ ખાતે દર્દી માટે એકદમ વિનામૂલ્યે કરવામાં આવી હતી. આર્થિક બોજ વિના આટલી મોટી અને જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં દર્દી તેમજ તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે ઓપરેશન કરનાર તમામ સર્જનોની ટીમ, હોસ્પિટલ પ્રશાસન અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગાયનેકોલોજિસ્ટ ડો ઉદય પટેલ જણાવ્યું હતું કે ધારપુરમાં બાવીસ વર્ષની એક દીકરી ફરિયાદ સાથે આવી હતી કે 'મારે માસિકમાં ક્યારેય આવ્યું નથી'. તેની ઊંડાણમાં તપાસ કરતાં અમને જણાવેલ કે એનું ગર્ભાશય નહોતું અને યોનિમાર્ગ પણ નહોતો. અંડાશય બંને એના બરોબર હતા. અને એને ભવિષ્યમાં લગ્ન કરવાની ઈચ્છા પણ હતી, એટલે અમે એને કહ્યું કે ભાઈ, તારી સર્જરી યોનિમાર્ગ અમે તને બનાવી આપીશું અને તારું ભવિષ્યમાં લગ્નજીવન સુખમય રૂપે પાર પડે તેવું તને સર્જરી કરી આપીશું. પેશન્ટ ગરીબ હતું એટલે પ્રાઇવેટમાં આ બધી સર્જરીઓનો વધારે પડતો ખર્ચો થતો હોય તે ધારપુરમાં દાખલ થયેલ. અને ધારપુર ખાતે અમે અમારી ટીમ એટલે ડો ઉદય પટેલ,ડોક્ટર વિનીત મિશ્રા અમારા અમદાવાદથી સ્પેશિયલ બોલાવેલ એમને અને ડોક્ટર હિરેન ઓઝા પ્લાસ્ટિક સર્જન અમે સાથે મળીને એનું ઓપરેશન પાર પાડેલ અને એને સરસ સર્જરી કરી આપેલ. અને પેશન્ટને એકદમ વિનામૂલ્યે અને સારી રીતે આ ઓપરેશન કરેલ છે. આવા દર્દીઓ જો ધારપુર આવે તો એમને વિનામૂલ્યે સારી સારવાર આપવા અમે કટિબદ્ધ છીએ. આવા દર્દીઓની સંખ્યા બહુ જૂજ હોય છે. લગભગ 10,000એ એકાદ છોકરીને આ પ્રોબ્લેમ હોય છે પણ તેનું નિરાકરણ આ રીતે લાવી શકાય છે અને તેનો લાભ દર્દીઓ લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પોલીસકર્મી સસ્પેન્ડ:ફરજમાં બેદરકારી, સત્તાના દુરુપયોગ બદલ SPએ કાર્યવાહી કરી
    Next Article
    Sham Kaushal says son Vicky’s success made him ‘secure’, calls bahu Katrina Kaif ‘so nice’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment