Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યાનો દાવો:અમેરિકાએ હોર્મુઝ નજીક ઈરાની બોટ પર હુમલો કર્યો, મિસાઈલ સાઈટને પણ નિશાન બનાવી

    6 days ago

    ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ યુએસ MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે. IRGCએ કહ્યું કે ડ્રોન ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું હતું. ઈરાને કહ્યું કે જો અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે તો તેને જવાબ આપવાનો પુરો અધિકાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે અમેરિકી સેનાએ મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક માઇન્સ બિછાવી રહેલી બોટને ટાર્ગેટ કરી. આ ઉપરાંત બંદર અબ્બાસ પોર્ટ નજીક સરફેસ ટુ એર મિસાઈલ સાઈટ પર પણ હુમલો કર્યો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર આ કાર્યવાહી સેલ્ફ-ડિફેન્સ એટલે કે આત્મરક્ષામાં કરવામાં આવી હતી. સેન્ટકોમના પ્રવક્તા ટિમોથી હોકિન્સે જણાવ્યું કે અમેરિકી સૈનિકો અને યુદ્ધ જહાજોને ખતરાથી બચાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકી સેનાનો આરોપ છે કે માઇન્સ બિછાવવાથી આંતરરાષ્ટ્રીય જહાજો અને અમેરિકી યુદ્ધ જહાજોને ખતરો થઈ શકતો હતો. જોકે, હોકિન્સે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામ દરમિયાન અમેરિકા સંયમ રાખી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલાથી બંને દેશોની વાતચીતમાં થોડો અવરોધ ચોક્કસપણે આવી શકે છે, પરંતુ હાલમાં શાંતિ વાટાઘાટો અટકતી દેખાતી નથી. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનના એનરિચ્ડ યુરેનિયમનો નાશ કરવામાં આવશે. ટ્રમ્પના મતે, આ સામગ્રી કાં તો અમેરિકાને સોંપવામાં આવશે અથવા ઈરાન સાથે મળીને સ્થળ પર જ નાશ કરવામાં આવશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ…. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Action On Bangladeshi Infiltrator LIVE : घुसपैठियों को लेकर शुभेंदु सरकार ने क्या कर दिया? | Bengal
    Next Article
    વસ્તીમાં જ્યાં અચાનક ફેરફાર આવ્યો, ત્યાંની તપાસ થશે:કેન્દ્ર સરકારે કમિટી બનાવી, ગૃહમંત્રી શાહ બોલ્યા- ઘૂસણખોરી દેશ માટે મોટો પડકાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment