Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને ડિજિટલ બનશે:રાજકોટ-વિરમગામ સેક્શનમાં MPLS રેલ સંચાર પ્રણાલી શરૂ, 35 રેલવે સ્ટેશનોને એકબીજા સાથે સીધા સંચાર નેટવર્કથી જોડાયા

    4 दिन पहले

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ સંચાર પ્રણાલીના આધુનિકીકરણની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-વિરમગામ સેક્શનમાં કાર્યરત જૂની CCEO આધારિત ટ્રેન ટ્રાફિક કમ્યુનિકેશન સિસ્ટમ (TCCS) ને સંપૂર્ણપણે બંધ કરી આધુનિક ટેકનોલોજી ધરાવતી MPLS-VoIP આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમમાં સફળતાપૂર્વક માઇગ્રેટ કરી દેવામાં આવી છે. આ નવા ટેક્નિકલ અપગ્રેડેશનની સાથે જ રાજકોટ-વિરમગામ સેક્શનમાં LSR/LER આધારિત IP-MPLS બેકબોન નેટવર્ક પણ સત્તાવાર રીતે સ્થાપિત થઈ ગયું છે. આ નવીન અને આધુનિક પ્રણાલી આગામી સમયમાં રેલ પરિવહનને સામાન્ય જનતા માટે વધુ સુરક્ષિત, ઝડપી, અવિરત, વિશ્વસનીય અને અત્યંત અસરકારક બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવશે. આ વ્યાપક અને અત્યાધુનિક ડિજિટલ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગ દ્વારા કુલ આશરે 314.5 કિલોમીટર લાંબા રેલખંડ અને તેના પર આવેલા 35 જેટલા મહત્વના રેલવે સ્ટેશનોને એકબીજા સાથે સીધા સંચાર નેટવર્કથી જોડી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજકોટ-વિરમગામ મુખ્ય રેલખંડના 182 કિમી, વાંકાનેર-નવલખી રેલખંડના 98 કિમી તથા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રેલખંડના 34.5 કિમી વિસ્તારનો સમાવેશ થાય છે. રેલવેના આધુનિકીકરણથી મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. નવી ડિજિટલ સંચાર પ્રણાલીની મુખ્ય વિશેષતાઓ અને ફાયદા આ નવી વ્યવસ્થાથી રેલવેના આંતરિક સંચારમાં અનેક ગણા સુધારાઓ થશે જે પરોક્ષ રીતે મુસાફરોની સુવિધા અને સમયપાલન સાથે જોડાયેલા છે. ભવિષ્યનું આયોજન અને તબક્કાવાર મોનિટરિંગ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના અને ડિવિઝનના અન્ય તકનીકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ આ નવું MPLS નેટવર્ક સેક્શનમાં સફળતાપૂર્વક સ્થિર કરીને સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા આગામી 1 મહિના સુધી આ આખી સિસ્ટમનું ખૂબ જ સઘન અને બારીકાઈથી મોનિટરિંગ કરવામાં આવશે. આ પ્રારંભિક ચકાસણી પૂર્ણ થયા બાદ, રેલવેની અન્ય તમામ સંચાર સેવાઓને પણ ખૂબ જ ટૂંક સમયમાં તબક્કાવાર રીતે આ અત્યાધુનિક અને હાઈસ્પીડ ડિજિટલ નેટવર્ક પર માઇગ્રેટ કરી દેવાનું આયોજન છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ અંગે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન દ્વારા સ્થાપિત કરવામાં આવેલી નવીનતમ MPLS આધારિત સંચાર પ્રણાલી ભારતીય રેલવેના ડિજિટલ ઇન્ડિયા મિશન અને આધુનિક પરિવહનની દિશામાં એક મોટો માઇલસ્ટોન (મીલનો પથ્થર) સાબિત થશે. આ નવીન ટેકનોલોજીથી ટ્રેન કંટ્રોલિંગ સંચાર વ્યવસ્થા પહેલા કરતા વધુ ઝડપી, સુરક્ષિત, સતત અને અવિરત બનશે, જેનાથી રેલવેની પરિવહન ક્ષમતામાં અને ટ્રેનોની સ્પીડમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ભવિષ્યમાં પણ આવી અન્ય આધુનિક સુવિધાઓ વધારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની કેરીની વિશ્વભરમાં માંગ, 2 લાખ ટન ઉત્પાદનનો અંદાજ:ધરમપુર કેરી માર્કેટ ધમધમી ઉઠ્યું, 450થી વધુ કેરીના સ્ટોલ ઉભા કરાયા, હજારો આદિવાસીઓને રોજગારી
    Next Article
    Cooperative sugar mills in South Gujarat | સહકારી સુગરમિલો ને સહકાર મંત્રાલય તરફથી મોટી રાહત | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment