Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    M.Pharm પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર:2,086 બેઠકો સામે 1,817 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ, 1 ઓગસ્ટ સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે

    1 day ago

    ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે માસ્ટર ઓફ ફાર્મસી (M.Pharm) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણી (Seat Allotment) અધિકૃત રીતે જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (Grant-in-aid) અને સ્વનિર્ભર (Self-financed) સંસ્થાઓની કુલ 3396 બેઠકોમાંથી ACPC હસ્તકની 2086 બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં કુલ 1817 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર કરવામાં આવ્યો છે. GPAT લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાથમિકતા પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત GPAT લાયકાત ધરાવતા 348 વિદ્યાર્થીઓ અને GPAT વગરના 2801 વિદ્યાર્થીઓ મળીને કુલ 3149 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. GPAT વગરના ઉમેદવારો માટે GTU દ્વારા સંચાલિત PGCET-2026 પરીક્ષા ગત 27 અને 28 જૂન દરમિયાન લેવામાં આવી હતી. પ્રવેશ સમિતિ દ્વારા GPAT અને PGCET એમ બંને લાયકાત પરીક્ષાના આધારે કુલ 2849 વિદ્યાર્થીઓનો સંયુક્ત મેરિટ ક્રમાંક તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં નિયમાનુસાર GPAT લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોક રાઉન્ડ બાદ વિદ્યાર્થીઓએ કરેલી ઓનલાઈન ચોઈસ ફિલિંગના આધારે આ ફાળવણી કરાઈ છે. સરકારી કોલેજોમાં 100% સીટો ભરાઈ પ્રથમ રાઉન્ડના પરિણામમાં સરકારી સંસ્થાઓ પ્રત્યે વિદ્યાર્થીઓનું ભારે આકર્ષણ જોવા મળ્યું છે. 1 ઓગસ્ટ સુધી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે પ્રથમ રાઉન્ડમાં સીટ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ આગામી 1 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરીને પોતાનો પ્રવેશ ફરજિયાત કન્ફર્મ કરાવવાનો રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ફી નહીં ભરાય તો નિયમ મુજબ વિદ્યાર્થી તે બેઠક પરનો પોતાનો દાવો ગુમાવશે. રાઉન્ડ-2 માટે 3થી 6 ઓગસ્ટ દરમિયાન ચોઈસ ફિલિંગ પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ભરવા માટે ACPC દ્વારા બીજા રાઉન્ડનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં મળેલી સીટથી વધુ પસંદગીની કોલેજ મેળવવા માગતા હોય અથવા નવી ખાલી પડેલી બેઠકો માટે દાવો કરવા માગતા હોય, તેઓ 3 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન સંમતિ (Consent) આપીને ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ રાહદારીને કચડી નાખ્યા, CCTV:અમદાવાદમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત, કારચાલકની શોધખોળ શરૂ
    Next Article
    HC Bar suspends work till July 30, Bar Council reiterates support for review of LADC scheme

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment