Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPના મેળામાં ચાંદલો લગાવવાની ના પાડતા અતિકની હત્યા, VIDEO:લાકડાના 40થી વધુ ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો, સુરત મેટ્રોમાં ‘સિક્યુરિટી ગાર્ડ’ બનીને SITને થાપ આપતા આરોપીઓને SOGએ દબોચ્યા

    9 hours ago

    મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બનેલી હત્યાની ઘટનાના પડઘા છેક સુરત સુધી પડ્યા છે. જાન્યુઆરી માસમાં થયેલા ઝઘડા અને ત્યારબાદ થયેલી અતિક અહેમદ શેખની હત્યાના મામલે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. MP પોલીસની નજરથી બચવા માટે સુરતમાં આશરો લેનારા ત્રણ મુખ્ય આરોપીઓને સુરતના અડાજણ વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, જે હત્યારાઓને MP પોલીસ શોધી રહી હતી, તેઓ અહીં છેલ્લા ચારેક મહિનાથી શાંતિથી મેટ્રો ટ્રેન પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. ગુપ્ત બાતમી અને SOGનું ઓપરેશન સુરત SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રિવા જિલ્લાના પનવાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટીંગ વિથ મર્ડરના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ સુરતના અડાજણ વિસ્તારમાં છે. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે આ આરોપીઓ મેટ્રો સ્ટેશનના કામકાજ સ્થળે ફરી રહ્યા છે. પીઆઈ એ.એસ. સોનારાના માર્ગદર્શન હેઠળ ટીમે વોચ ગોઠવી હતી અને આખરે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશસિંગ ઉર્ફે સૌરભ સીંગ રાજપૂત, સત્યમસીંગ રાજપૂત અને અજીતસિંગ રાજપૂતનો સમાવેશ થાય છે, જેઓ હાલ ઓલપાડના માસમા ગામે રહેતા હતા. મેળામાં ચાંદલો લગાવવા બાબતે થયો હતો વિવાદ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 1 જાન્યુઆરી 2026ના રોજ રીવા જિલ્લાના શિવપુર વિસ્તારમાં એક લૌકિક મેળો ભરાયો હતો. આ મેળામાં સ્વાગત તરીકે લોકોના કપાળ પર ચાંદલો લગાવવામાં આવતો હતો. મૃતક અતિક અહેમદ શેખ તેના મિત્રો સાથે ત્યાં ફરવા ગયો હતો ત્યારે તેણે ચાંદલો લગાવવાનો વિરોધ કર્યો હતો. આ સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મેળાનુ વાતાવરણ તંગ બની જતા બન્ને કોમના લોકો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો-મારામારી થઈ હતી. રસ્તામાં આંતરીને લાકડાના ફટકાથી કરવામાં આવી હત્યા મેળાના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ અતિકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. 27 જાન્યુઆરી 2026ના રોજ અતિક અહેમદ શેખ પોતાનો ટેમ્પો લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં આંતર્યો હતો. પકડાયેલ ત્રણેય આરોપીઓ અને તેમના અન્ય સાથીઓએ ભેગા મળી અતિક પર લાઠી અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો. તેને એટલો ક્રૂર રીતે મરણતોલ માર મારવામાં આવ્યો કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વાયરલ વીડિયોમાં કેદ થઈ આરોપીઓની ક્રૂરતા આ હત્યાકાંડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા રંગના કપડાં પહેરેલો આરોપી 3 ફૂટ લાંબા લાકડાથી યુવક પર 13 વખત ફટકા મારે છે. ત્યારબાદ અન્ય શખ્સ વધુ એક લાકડું લઈને આવે છે અને 5-6 ફટકા મારે છે. ત્રીજો આરોપી જે સફેદ શર્ટમાં હોય છે, તે સાડા પાંચ ફૂટ લાંબા લાકડાથી હુમલો કરે છે. આ વીડિયોમાં ત્રણેય આરોપીઓની ક્રૂરતા સ્પષ્ટપણે કેદ થઈ હતી જેના આધારે પોલીસે તેમનું પગેરું મેળવ્યું હતું. સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે મેળવી લીધી હતી નોકરી હત્યા બાદ રીવા જિલ્લામાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસની પકડથી બચવા માટે ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવી ગયા હતા. તેઓએ સુરતના અડાજણ વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી લીધી હતી. તેઓ છેલ્લા ચાર મહિનાથી અહીં સિક્યુરિટી ગાર્ડનો ગણવેશ પહેરીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 100 પોલીસકર્મીઓની SIT ટીમ તેમને શોધી રહી હતી આ ગુનાની ગંભીરતાને જોતા રીવા પોલીસ અધિક્ષક દ્વારા સીટ (SIT) ની રચના કરવામાં આવી હતી. 100 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહ્યા હતા. આરોપીઓ સતત પોલીસને થાપ આપી રહ્યા હતા, પરંતુ આખરે સુરત SOG ની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી તેમને ઝડપી પાડ્યા છે. આરોપીઓનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપાયો સુરત SOG એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ અને અટકાયત બાદ હવે આ ત્રણેય આરોપીઓનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ કામગીરીથી રીવા હત્યાકાંડના મુખ્ય આરોપીઓ હવે જેલના સળિયા પાછળ ધકેલાશે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલમાં સામૂહિક આપઘાત:સિમેન્ટ કારખાનામાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, પુત્રને ધોરણ-10માં 70% આવ્યાં હતા
    Next Article
    Dwarka Stone Pelting News | દ્વારકામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ |Dwarka Police |Clash |Viral Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment