Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની રાણકી વાવ ખાતે યોગ શિબિર યોજાઈ:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારી રૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ, MP-MLAs સહિત લોકો જોડાયા

    3 days ago

    પાટણની વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે એક યોગ શિબિર અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી યોજાયો હતો. આ શિબિરમાં પાટણના સાંસદ ભરત ડાભી, રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ ચન્દ્રીકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણની ઐતિહાસિક રાણકી વાવના પરિસરમાં આ વિશેષ યોગ શિબિરનું આયોજન થયું હતું. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ અને વિવિધ યોગ ટ્રેનરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની દેખરેખ હેઠળ ઉપસ્થિત તમામ લોકો માટે યોગાભ્યાસ અને પ્રશિક્ષણ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલએ જણાવ્યું હતું કે, યોગ માનવીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું કે યોગ રોગ, ક્રોધ અને નશાના દૂષણોમાંથી મુક્તિ અપાવવાનું સશક્ત માધ્યમ છે. શીશપાલજીએ સૌને રોજ નિયમિત યોગ કરવા, યોગી બનવા, નિરોગી બનવા અને સમાજ તથા રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગી બનવા આહવાન કર્યું હતું. આ યોગ શિબિર યોજવા પાછળનો મુખ્ય હેતુ નાગરિકો યોગ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન અને કૌશલ્યનો પોતાના દૈનિક જીવનમાં અમલ કરે તે હતો. આના થકી વ્યક્તિના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં યોગના પ્રચાર અને પ્રસારના કાર્યને વધુ વ્યાપક તેમજ સશક્ત બનાવવાનો પણ આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય હતો. સમગ્ર શિબિર દરમિયાન ઉપસ્થિત યોગ નિષ્ણાતો દ્વારા નાગરિકોને વિવિધ આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ષટ્કર્મ વિષયક તાત્વિક અને પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ, યોગાભ્યાસ કરતી વખતે રાખવાની થતી સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અંગે પણ ટ્રેનરો દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એક્ટિવ ગ્રૂપ-પાટણ દ્વારા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Editor's View: રામ મંદિરમાં 200 કરોડની ચોરી?:નોટોનાં બંડલ, સોનું અને 40 દાનપેટી, હાથફેરો કરવાની ત્રણ ખતરનાક ટ્રિક, સામાન્ય કર્મચારીઓએ સિસ્ટેમેટિક રીતે ખેલ પાડ્યો
    Next Article
    US Will Allow Iran To 'Immediately' Sell Oil After Signing Peace Deal: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment