Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPમાં શરૂ થયેલી પ્રેમ કહાનીનો 709 કિ.મી. દૂર કરૂણ અંજામ:ગાંધીનગરની હોટલમાં પ્રેમિકાનું માથું ખોળામાં રાખી ગળું કાપ્યું, એજ છરીથી પ્રેમીનો પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ

    14 hours ago

    મધ્ય પ્રદેશના એક કપલની પ્રેમ કહાનીનો અંત ગાંધીનગરના નેશનલ હાઈવે પર આવેલી હોટલના રૂમમાં આવતા ચકચાર મચી ગઈ છે. મધરાત્રે પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં પ્રેમિકાનું છરીથી ગળું કાપીને કરપીણ હત્યા કર્યા બાદ ખુદ પ્રેમીએ એ જ છરીથી પોતાનું ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ચિલોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, વ્યવસાયે બિલ્ડર પ્રેમી સંતોષ તેની પ્રેમિકા રજનીના પિતાના નવા ઘરનું બાંધકામ કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સાથે ઘર વસાવવાના સપનાં જોઈ રહ્યા હતા. જે સપનાનો અંત આખરે હોટલના એક બંધ રૂમમાં લોહિયાળ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના એક નાના ગામથી શરૂ થયેલી પ્રેમ કહાનીનો અંત 709 કિમી દૂર ગાંધીનગરના નેશનલ હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટલના બંધ રૂમમાં આટલો ભયાનક અને રક્તરંજીત આવશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ગત 7 જૂને 21 વર્ષીય રજની પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ રૂંવાડા ઊભા કરી દેતી આ ઘટનાની વિગતો એવી છે કે, મધ્યપ્રદેશના પીપરસમા ગામે રહેતી 21 વર્ષીય રજની ગત 7 જૂનના રોજ પોતાના જ ગામના સંતોષ ઉધમ જાટવ નામના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. દીકરી ગુમ થતાં પિતા વ્રજલાલ ધાકડે દેહાત શિવપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ દીપચંદે તપાસ શરૂ કરી હતી. 10 જૂને બાતમી મળતા પરિવાર 11 જૂને રાજકોટ પહોંચ્યો 10 જૂનના રોજ પરિવારને બાતમી મળતા રજનીના કૌટુંબિક ભાઈઓ પ્રવેન્દ્ર અને નીરજ પોતાની કિયા કેરેન્સ કાર લઈને હેડ કોન્સ્ટેબલ દીપચંદ તથા કોન્સ્ટેબલ બદનસિંહ સાથે દીકરીની શોધમાં નીકળ્યા હતા. 11 જૂનની બપોરે રાજકોટના શાપર ખાતે પહોંચ્યા અને ત્યાંથી રજની અને સંતોષને શોધી કાઢ્યા હતા. રજનીએ માતા-પિતાને સમજાવી દેવાની વાત કરતાં પોલીસ અને ભાઈઓ બંનેને કારમાં બેસાડીને વતન જવા નીકળ્યા હતા. 11 જૂનની રાત્રે ગાંધીનગર હાઈવે પર હોટલમાં રોકાયા પરંતુ વિધિના વિધાન કંઈક અલગ જ હતા. લાંબી મુસાફરીના કારણે થાકી ગયેલી આ ટીમે 11 જૂનની રાત્રે સાડા નવેક વાગ્યે ગાંધીનગર હાઈવે પર ધણપ પાસે આવેલી રોયલ ફોર્ટ હોટલમાં રૂમ નંબર 107 બુક કરાવ્યો હતો. બધા સાથે મળીને જમ્યા બાદ રાત્રે આ જ રૂમમાં સૂવાની તૈયારી કરી હતી. એક પલંગ પર ભાઈઓ પ્રવેન્દ્ર, નીરજ અને કોન્સ્ટેબલ બદનસિંહ સૂતા હતા, જ્યારે બીજા પલંગ પર હેડ કોન્સ્ટેબલ દીપચંદ લંબાયા હતા. મધ્યરાત્રિએ પ્રેમીએ છરીથી પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું જ્યારે રજની નીચે ગાદલા પર અને સંતોષ બંને પલંગની વચ્ચે નીચેની જગ્યામાં સૂતો હતો. રૂમની લાઈટો બંધ થઈ અને બધા થાકના માર્યા ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યા હતા પરંતુ સંતોષની આંખોમાં ઊંઘ નહોતી. 12 જૂનની મધ્યરાત્રિએ બારથી અઢી વાગ્યાના અંધકારના સમયગાળા વચ્ચે સંતોષે પોતાની પાસે છૂપાવેલી છરી વડે નીચે સૂતી રજનીનું ગળું કાપી નાખ્યું હતું. પ્રેમિકાનો શ્વાસ અટકી ગયા બાદ સંતોષે એ જ લોહીયાળ છરી પોતાના ગળે પણ ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હોટલની રૂમના દૃશ્યો જોઈ સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા આ દરમિયાન રાત્રે આશરે અઢી વાગ્યે અચાનક હેડ કોન્સ્ટેબલ દીપચંદની આંખ ખૂલતા જ રૂમના દૃશ્ય જોતા તેમના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક રાડારાડ કરીને બધાને જગાડ્યા અને રૂમની લાઈટ ચાલુ થતાં જ અંદરના દૃશ્યો સૌ કૌઈને ધ્રુજાવી મૂકે તેવા હતા. રજની લોહીથી લથપથ હાલતમાં સંતોષના ખોળામાં પડી હતી અને સંતોષ પણ ગળામાંથી વહેલા લોહી સાથે હાથમાં છરી પકડીને બેઠો હતો. હોટલ મેનેજરે 108 અને 112 પર પોલીસને જાણ કરી હોટલના રૂમમાં થયેલા આ થરથરાવી દેતા હત્યાકાંડને પગલે હોટલ મેનેજરને જાણ કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને 112 નંબર પર પોલીસને બોલાવવામાં આવી હતી. ગંભીર હાલતમાં સંતોષનો શ્વાસ ચાલુ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જ્યાં હાલ તે પોલીસના કડક જપ્તા હેઠળ મોત સામે જંગ લડી રહ્યો છે. રજની અને સંતોષ એક જ ગામના રહેવાસી આ ચોંકાવનારી ઘટના અંગે પ્રવેન્દ્ર ધાકડે ચિલોડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ચૌહાણે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે. આ અંગે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, રજની અને સંતોષ એક જ ગામના રહેવાસી છે. સંતોષ નાનાભાઈ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. આજથી સાડા ત્રણ વર્ષ અગાઉ રજનીના પિતાએ પોતાનું નવું ઘર બનાવવાનું કામ સંતોષને આપ્યું હતું. ત્રણ વર્ષથી બંને એકબીજાના ગાઢ પ્રેમમાં પડ્યા હતા જેના પગલે સંતોષે પોતાના કારીગરો રાખીને ઘર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. રજનીનો પરિવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાથી ઘરનો તમામ આર્થિક વહીવટ રજનીને સોંપવામાં આવ્યો હતો. જેથી આ નવા મકાનના પૈસાની ચૂકવણી કરવાની થાય ત્યારે રજની જ સંતોષને પૈસા આપતી હતી. આ રીતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને નવું મકાન તૈયાર થતા થતા ત્રણ વર્ષથી બંને એકબીજાના ગાઢ પ્રેમમાં પડ્યા હતા. બંનેના લગ્ન શક્ય ન હોવાથી ભાગી રાજકોટ આવ્યા હતા એક જ ગામમાં હોવાથી ઘર વસાવવાનું સપનું શક્ય નહીં હોવાથી બંને જણા ભાગીને રાજકોટ આવી ગયા હતા. જ્યાં બંનેએ ભાડાનું મકાન રાખી જીવન જરૂરિયાતનો સામાન પણ વસાવી લીધો હતો. જોકે, બંને ભાઈઓ અને પોલીસ બંનેને મધ્યપ્રદેશ લઈ જવાના હતા ત્યારે પોલીસે સંતોષને તપાસ્યો હતો, પરંતુ મહિલા પોલીસ ન હોવાથી રજનીને જરૂરિયાતનો સામાન લઈ લેવા કહ્યું હતું. એટલે રજનીએ એક બેગમાં સામાનની સાથે શાકભાજી સમારવાની છરી પણ મૂકી હતી. આ વાતથી પોલીસ અને બંને ભાઈઓ અજાણ હતા. સંતોષ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ સંતોષ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેનું સત્તાવાર નિવેદન બાકી છે. બીજી તરફ બંને ગામમાંથી ભાગ્યા એ જ દિવસથી સંતોષના પરિવારજનોએ પણ ગામ છોડી દીધું હતું. એટલે તેના પરિવારનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. સિવિલમાં સંતોષની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર ચાલી રહી છે, જ્યારે રજનીનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    President Murmu recalls going numb after PM Modi’s call; expert decodes reactions
    Next Article
    Civic Body Chief's Son Arrested On Rape Charges In Bengal's Naihati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment