Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમાચલના ચંબામાં પૂર, પાણી સાથે આવેલા પથ્થરો-કાટમાળ ઘરોમાં ઘૂસ્યો:ગાડીઓ દબાઈ ગઈ, કેદારનાથ યાત્રા ભૂસ્ખલનને કારણે અટકી; MP-છત્તીસગઢમાં 6 મોત

    13 hours ago

    દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ આફત બની ગયો છે. હિમાચલ પ્રદેશના ચંબામાં સોમવારે મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદ બાદ સરોલ મોહલ્લા સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું. પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયો. ઘણા મકાનોના પહેલા માળ સુધી કાટમાળ ભરાઈ ગયો. 10થી વધુ વાહનોને પણ નુકસાન થયું. ઉત્તરાખંડમાં મંગળવારે સવારે ચમોલી, ટિહરી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થયું. રુદ્રપ્રયાગના કુંડ-કાકડા વચ્ચેનો કેદારનાથ નેશનલ હાઈવે કાટમાળ આવવાને કારણે બંધ થઈ ગયો. સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પણ બંધ છે, જેના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી તરફ, મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે સાંજે વીજળી પડવાથી 11 વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા. છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓમાં ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા. પશ્ચિમ બંગાળથી ઉત્તરાખંડ સુધીના 1500KM વિસ્તારમાં વાદળો છવાયા દેશમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદ થઈ શકે છે. નવી સેટેલાઇટ ઇમેજમાં પશ્ચિમ બંગાળથી ઉત્તરાખંડ સુધીના 1500KM વિસ્તારમાં વાદળો છવાયેલા છે. તેનું કારણ બંગાળની ખાડી ઉપર બનેલું ડીપ ડિપ્રેશન છે. ડીપ ડિપ્રેશન સમુદ્ર ઉપર બનતી ઓછાં દબાણવાળી એક મજબૂત હવામાન પ્રણાલી હોય છે. જેમાં પવનની ગતિ સામાન્ય ડિપ્રેશન કરતાં વધુ હોય છે. જેના કારણે ભારે વરસાદ થાય છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસાના ટ્રફની અસરથી દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે સાંજે વીજળી પડવાથી 11 વર્ષના એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા. જ્યારે યુપીના બલિયામાં એક સરકારી શાળા નીચેની માટી ધસી પડી. જેના કારણે શાળા નદીમાં સમાઈ ગઈ. સેટેલાઇટ મેપમાં જુઓ, દેશમાં ક્યાં-ક્યાં વાદળો છવાયેલા છે… દેશભરના હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Delhi-NCR Rain: दिल्ली-NCR में कबतक होगी बारिश? Delhi-NCR Rain Alert | Rain in Delhi-NCR | IMD
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- વિદ્યાર્થીઓનું પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતું:લોકશાહીમાં આંદોલનો થતા રહેશે; જરૂરિયાત કરતાં વધુ બળ પ્રયોગ કરનારાઓ સામે કાર્યવાહી થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment