Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-રાજસ્થાનમાં આજથી ફરી ભારે વરસાદ:યુપીમાં 4 નદીઓ ખતરાના નિશાનથી ઉપર; હિમાચલમાં 27 દિવસમાં 15 મૃત્યુ; 135 રસ્તાઓ બંધ

    8 hours ago

    બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે બનેલા ડિપ્રેશન સિસ્ટમથી ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આજથી અસર જોવા મળશે. હવામાન વિભાગે રાજસ્થાનના ભરતપુર, જયપુર, કોટા, અજમેર અને ઉદયપુર સંભાગના 10 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. MPમાં 27 થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. સોમવારે ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, રીવા સહિત 55 જિલ્લાઓમાં ભારે વરસાદનો દોર રહેશે. આ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13.2 ઇંચ (334.9 મિમી) વરસાદ થયો છે, જ્યારે આ સમય સુધીમાં 15.5 ઇંચ (395.2 મિમી) વરસાદ થવો જોઈતો હતો. એટલે કે અત્યાર સુધીમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. લખીમપુર અને બહરાઇચમાં અતિભારે વરસાદની ચેતવણી છે. સવારથી લખનઉ, કાનપુર અને અયોધ્યા સહિત 40થી વધુ શહેરોમાં વાદળો છવાયેલા છે. ઘાઘરા, શારદા સહિત 4 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. બલિયામાં સરયૂ નદીમાં એક સરકારી શાળા તણાઈ ગઈ. ખરાબ હવામાનને કારણે કાઠમંડુ જતી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને પણ લખનઉ ડાયવર્ટ કરવી પડી. હિમાચલ પ્રદેશમાં ચોમાસાના કહેરથી 30 જૂનથી 26 જુલાઈ વચ્ચે 15 લોકોના મોત થયા છે. સતત વરસાદને કારણે રાજ્યમાં 135 રસ્તાઓ હજુ પણ બંધ છે. કુલ્લુ, શિમલા અને મંડી સૌથી વધુ પ્રભાવિત છે. ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ભારતીય સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં 790થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ગુજરાતમાં 21 અને 22 જુલાઈએ થયેલા ધોધમાર વરસાદ બાદ ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. સેટેલાઇટ મેપમાં જુઓ, દેશમાં ક્યાં-ક્યાં વાદળો ઘેરાયા છે… દેશભરના હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Govt vows fast-track courts for paper leaks. Existing ones have 2,49,000 pending cases
    Next Article
    અમદાવાદમાં પોણા ઇંચમાં જળબંબાકારની સ્થિતિ:ધોળકા-ધંધુકામાં પણ ભારે વરસાદ, 11 જિલ્લામાં યલો એલર્ટ; 30 જુલાઈથી ફરી ધોધમારની આગાહી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment