Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPના જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યું, 22ને બચાવાયા:બરગી ડેમમાં અકસ્માત, 4ના મૃતદેહ મળ્યા, ક્રૂઝમાં 10 ડેડબોડી હોવાની આશંકા; આર્મીએ મોરચો સંભાળ્યો

    15 hours ago

    મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પર બનેલા બરગી ડેમમાં ગુરુવારે સાંજે પ્રવાસીઓથી ભરેલું ક્રુઝ ડૂબી ગયું. પોલીસના જણાવ્યા અનુસાર, 4 મૃતદેહો મળી આવ્યા છે. 22 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 15થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બરગી સિટી એસપી (CSP) અંજુલ મિશ્રાએ જણાવ્યું કે MP ટુરિઝમના ક્રુઝમાં 40થી 45 લોકો સવાર હતા. અચાનક આવેલા વાવાઝોડાને કારણે આ દુર્ઘટના બની. દુર્ઘટનાની જાણ થતા જ SDRFની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ. અંધારું હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. જોકે, મોટી ટોર્ચનો ઉપયોગ કરીને લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પાયલટનો દાવો: 'લાઇફ જેકેટ પહેરવાનો મોકો ન મળ્યો' ક્રુઝ પાયલટ મહેશે જણાવ્યું કે તે છેલ્લા 10 વર્ષથી ક્રુઝ ચલાવી રહ્યો છે અને સંપૂર્ણ પ્રશિક્ષિત અને લાઇસન્સધારક છે. તેમના મતે ક્રુઝમાં તમામ સુરક્ષા વ્યવસ્થા અને પર્યાપ્ત લાઇફ જેકેટ હાજર હતા, પરંતુ વાવાઝોડું એટલી ઝડપથી આવ્યું કે મુસાફરોને લાઇફ જેકેટ પહેરવાનો મોકો ન મળી શક્યો. દુર્ઘટનાની તસવીરો… સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે….
    Click here to Read More
    Previous Article
    Rajnath Singh meets Italy’s Guido Crosetto, sets the course for defence cooperation
    Next Article
    Gujarat Confidential: Early exit for AUDA CEO

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment