Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જજ અલ્પેશ કોગજેને MP હાઈકોર્ટના ચીફ-જસ્ટિસ બનાવવા સુપ્રીમની કોલેજિયમની ભલામણ:વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના ડબલ જજની બેંચ પૈકીના એક જસ્ટિસ

    8 hours ago

    ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ પછીના સૌથી સિનિયર મોસ્ટ જજ અલ્પેશ. વાય. કોગજેને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જજ બનાવવા સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ભલામણ કરી છે. અલ્પેશ. વાય. કોગજે હાલ ગુજરાત હાઈકોર્ટમાં ડબલ જજની બેંચમાં કન્ટેમ્પ અરજીઓ સંભાળી રહ્યા છે. તેઓ વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા અપાયેલી ડબલ જજની બેંચ પૈકીના એક જસ્ટિસ છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી જજ એન.વી. અંજારિયા કર્ણાટક હાઈકોર્ટના ચીફ જજ બન્યા હતા, અત્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છે. તો ચીફ જજ સુનિતા અગરવાલ પહેલાં ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન એક્ટિંગ ચીફ જજ આશિષ દેસાઈ કેરાલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. જસ્ટિસ અલ્પેશ. વાય. કોગજે જન્મ તારીખ: 16 જુલાઈ, 1969 ગુજરાત હાઈકોર્ટ જજ તરીકે નિમણૂક: 6 એપ્રિલ, 2016 6 એપ્રિલ, 2016ના રોજ એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. જસ્ટિસ અલ્પેશ. વાય. કોગજેએ વર્ષ 1990માં BSC રસાયણશાસ્ત્ર અને 1993માં LLBની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 1993માં બારમાં જોડાયા અને કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2001માં અસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને વર્ષ 2002માં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયા અને 2007 સુધી તે પદ પર કાર્યરત રહ્યા હતા. 7 જૂન, 2011 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસ હેઠળના કેસો માટે સ્પેશિયલ કાઉન્સિલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 19 સપ્ટેમ્બર, 2008 ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિમણૂક મેળવી હતી. વર્ષ 2002ના ગોધરા રમખાણોમાંથી ઉદ્ભવેલા મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ કેસો સંભાળ્યા હતા. આ સિવાય હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન્સ-સર્વિસ અને નોન-સર્વિસ તેમજ ક્રિમીનલ બાબતો સહિત વિવિધ ક્ષેત્રોમાં નિયમિતપણે રજૂઆત કરી હતી. બાદમાં તેઓ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા અને 6 એપ્રિલ, 2016 ના રોજ હોદ્દો સંભાળ્યો હતો. ત્યારબાદ 15 માર્ચ, 2018ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્તિ મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    Bihar, Jharkhand Sign Sone Water Agreement, Resolving 25-Year-Old Dispute
    Next Article
    Badshah And Isha Rikhi Announce Divorce After 5 Months Of Marriage: "Mutually Decided To Part Ways"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment