Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-નવસારીમાં વરસાદી માહોલ:આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી; MP-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ

    1 day ago

    ગુજરાતમાં સતત ચોથા દિવસે પ્રે-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 તાલુકામાં મેધમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ અમરેલીમાં 1.61 ઇંચ, જ્યારે સૌથી ઓછો થરાદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. રાજ્યમાં 40°C સાથે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યાં. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં 5 મિમી, સુરતના અંબિકામાં 3 મિમી અને નવસારીમાં 1 મિમી વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના ઇટાળવા, જમાલપોર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા હાલ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, રાંચી અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. 23 જૂન, 2026ની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજે ઉત્તર ગુજરાતના પાંચ, દક્ષિણ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સુન સક્રિય છે. હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે, ત્યાં ભારે વરસાદ ચાલુ છે. સિક્કિમના 6 જિલ્લાઓ અને હિમાલયની તળેટીમાં આવેલા બંગાળના 5 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા MP-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસની હવામાનની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવતીકાલથી (22 જૂન) વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતું સીમિત રહેશે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં થયેલો ફેરફાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. રાજ્યમાં ગરમીનો સૌથી મોટો વધારો ગાંધીનગરમાં 1.2°Cનો નોંધાયો છે, જ્યાં પારો 38.6°Cથી વધીને 39.8°C પર પહોંચ્યો છે. આ જ રીતે વડોદરામાં તાપમાન 1.1°C વધીને 37.6°C, દીવમાં 0.9°C વધીને 34.6°C, રાજકોટમાં 0.5°C વધીને 40.0°C, કંડલામાં 0.5°C વધીને 39.0°C, ભુજમાં 0.3°C વધીને 37.0°C તેમજ સુરત અને અમદાવાદ બંનેમાં 0.2°Cના વધારા સાથે અનુક્રમે 35.6°C અને 40.2°C તાપમાન નોંધાયું છે. આ વધારા સાથે 20 જૂને અમદાવાદ અને રાજકોટ બંને સંયુક્ત રીતે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા છે. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના પારામાં ઘટાડો પણ નોંધાયો છે. સૌથી મોટો ઘટાડો ભાવનગરમાં 1.6°Cનો થયો છે, જ્યાં પારો 38°Cથી ગગડીને 36.4°C પર આવી ગયો છે. આ જ પ્રમાણે દમણમાં 1.2°Cના ઘટાડા સાથે 36.2°C, અમરેલીમાં 0.6°Cના ઘટાડા સાથે 37.3°C અને ડીસામાં 0.5°Cના ઘટાડા સાથે 38.3°C તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 0.3°C ઘટીને 40.0°C, પોરબંદરમાં 0.2°C ઘટીને 34.5°C તેમજ દ્વારકા અને વેરાવળ બંનેમાં 0.1°Cના સામાન્ય ઘટાડા સાથે અનુક્રમે 34.7°C અને 33.4°C તાપમાન રહ્યું છે, જેમાં વેરાવળ સમગ્ર રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ સિવાય કંડલા એરપોર્ટ 39.0°C અને નલિયા 35.0°C પર સ્થિર રહીને પોતાના અગાઉના દિવસના તાપમાનને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ પણ વાંચો… ચોમાસું 13 દિવસથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટક્યું; 8 રાજ્યોમાં તાપમાન 40°C થી ઉપર યુપી-છત્તીસગઢ બોર્ડર પર અટકેલું ચોમાસું 23 જૂને આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસાને આગળ વધારતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ચોમાસું 15 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ગયું છે, પરંતુ 8 જૂનથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટકેલું છે. જ્યારે, યુપી-બિહાર બોર્ડર સુધી પહોંચ્યા પછી ચોમાસું 9 દિવસથી મહારાજગંજ પાસે અટકેલું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સુન સક્રિય છે. હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે, ત્યાં ભારે વરસાદ ચાલુ છે. સિક્કિમના 6 જિલ્લાઓ અને હિમાલયની તળેટીમાં આવેલા બંગાળના 5 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. અહીં 8 રાજ્યોમાં તાપમાન 40°C થી વધુ છે. ઉત્તર પ્રદેશનું બાંદા ફરી એકવાર દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીં શનિવારે પારો 44.2°C નોંધાયો હતો. રાજધાની દિલ્હીમાં પણ તાપમાન 40°C નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ, પ્રવેશ શરૂ:આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં પહેલીવાર LC માગ્યા, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા
    Next Article
    પંચમહાલમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક યોગાભ્યાસ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment