Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસરાએ પુત્રવધુને અડધી રાત્રે બે બાળકો સાથે ઘરેથી કાઢી મૂકી:MPથી આવેલી મહિલાને રોડ પર બેસવું પડ્યું, 181ની ટીમે કાઉન્સેલિંગ કરી ઘરમાં પ્રવેશ અપાવ્યો

    15 hours ago

    શહેરમાં કૌટુંબિક ઝઘડાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંદી માતાની સેવા કરવા પિયર ગયેલી પુત્રવધુ જ્યારે પરત આવી, ત્યારે સસરાએ તેને ઘરમાં લેવાનો ઈનકાર કરી દીધો હતો. અડધી રાત્રે નિર્દોષ બાળકો સાથે મહિલા રોડ પર બેસી રહેવા મજબૂર બની હતી, ત્યારે અભયમ હેલ્પલાઇને મદદે આવી પરિવારનું સમાધાન કરાવ્યું હતું. માંદી માતાની સેવા કરી પરત ફરેલી વહુ માટે ઘરના દ્વાર બંધ મહિલાના લગ્નને 5 વર્ષ થયા છે અને તેને બે સંતાનો છે. તેની માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે છેલ્લા 3 મહિનાથી મધ્યપ્રદેશ પિયર ગઈ હતી. ગતરાત્રે જ્યારે તે પોતાના બાળકો સાથે વડોદરા સાસરીમાં પરત આવી, ત્યારે સસરાએ તેને ઘરમાં પ્રવેશવા દીધી નહોતી. પતિ હાજર હોવા છતાં તેણે પત્નીનો પક્ષ લીધો નહોતો, જેના કારણે મહિલાએ બાળકો સાથે ફૂટપાથ પર બેસવાનો વારો આવ્યો હતો. નાની-નાની વાતે મેણા-ટોણા અને છૂટાછેડાની ધમકી મહિલાના આક્ષેપ મુજબ, સસરા નાની-નાની બાબતોમાં રોકટોક કરતા અને પોતાની મરજી મુજબ જીવવા દબાણ કરતા હતા. બીજી તરફ પતિ પણ છૂટાછેડાની ધમકી આપી માનસિક ત્રાસ આપતો હતો. રાત્રે જ્યારે કોઈ રસ્તો ન સૂઝ્યો ત્યારે પીડિતાએ 181 અભયમ ટીમની મદદ માંગી હતી. 'અભયમ'ની કામગીરી, રાત્રે જ સમાધાન મહિલાનો કોલ મળતા જ અભયમની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી હતી. ટીમે સસરા અને પતિને કડક શબ્દોમાં સમજાવ્યા હતા કે નાના બાળકો સાથે મહિલાને રાત્રે રઝળતી મૂકવી તે નૈતિક અને કાયદાકીય રીતે ગંભીર ગુનો છે. લાંબા કાઉન્સેલિંગ બાદ સાસરી પક્ષ પોતાની ભૂલ સમજીને મહિલાને બાળકો સાથે ઘરમાં રાખવા તૈયાર થયો હતો અને મામલો શાંત પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Saif Ali Khan thought Sacred Games would be India’s Narcos: ‘Felt at home intellectually’
    Next Article
    CBDT સભ્ય મોના સિંહે પાટણની રાણીની વાવની મુલાકાત લીધી:વાવનું સ્થાપત્ય નિહાળી લાઇટ એન્ડ સાઉન્ડ શો માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment