Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPના 14 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ:બિહારમાં ગંગા નદી બે કાંઠે, યુપીના 19 જિલ્લામાં પૂર; હિમાચલમાં 125 રસ્તા બંધ

    13 hours ago

    મધ્ય પ્રદેશના પૂર્વીય ભાગમાં ચોમાસાની ટ્રફ સક્રિય થવાને કારણે રવિવારે જબલપુર, ચંબલ અને નર્મદાપુરમ વિભાગમાં ભારે વરસાદ થયો. હવામાન વિભાગે 14 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 24 ઓગસ્ટ સુધી વરસાદની ગતિવિધિઓ મધ્ય અને પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ વધવાના સંકેત છે. એટલે કે, આવનારા દિવસોમાં વરસાદની અસર રાજ્યના અન્ય ભાગોમાં પણ વધી શકે છે. યુપીમાં સતત થઈ રહેલા વરસાદને કારણે રાજ્યની નદીઓ ગાંડીતૂર બની છે. 19 જિલ્લા પૂરની ઝપેટમાં છે. 92 ગામોમાં પાકને નુકસાન થયું છે, જ્યારે 26 ગામો ટાપુમાં ફેરવાઈ ગયા છે. આ ગામોને અન્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ પણ ડૂબી ગયા છે. બિહારમાં ગંગા નદી બક્સરથી લઈને ભાગલપુર સુધી ઉછાળા પર છે. પટનાના ગાંધી ઘાટ અને હાથીદહ સહિત અનેક મુખ્ય સ્થળોએ ગંગાનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે. બક્સરમાં ગંગા નદી વોર્નિંગ લેબલને પાર કરીને ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. અહીં દર બે કલાકે એક સેન્ટિમીટર પાણી વધી રહ્યું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરને કારણે રવિવારે ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો. આ સિસ્ટમની અસરથી 26 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે સોમવારે રાજ્યના પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં કુલ 125 રસ્તાઓ બંધ છે. સૌથી વધુ મંડીમાં 62, કુલ્લુમાં 31, શિમલામાં 10, ચંબા અને કાંગડામાં 8-8, ઉનામાં 4, બિલાસપુર અને લાહૌલ-સ્પીતિમાં 1-1 રસ્તો બંધ છે. હવામાન વિભાગે રાજ્યમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરની હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ફડણવીસે કહ્યું-ખરેખરમાં એક દિવસના સીએમ બનવું સહેલું નથી:રેલવે સ્ટેશન પર ચા વેચનાર વડાપ્રધાન બની શકે છે, આ લોકશાહીની તાકાત છે
    Next Article
    Rs 92 Crore Spent On Union Ministers' Delhi Homes Repair In 2025-26: RTI

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment