Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટી આંતરકોલેજ મહિલા હોકીમાં MLWની વિદ્યાર્થીનીઓનો શાનદાર વિજય:ચેમ્પિયનશિપ પોતાના નામે કરી, સમાજ વિદ્યાભવનના MLWની 6 વિદ્યાર્થિનીનું અદ્ભૂત પ્રદર્શન

    8 hours ago

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરકોલેજ મહિલા હોકી ટુર્નામેન્ટ 2026-27માં સેન્ટ્રલ જીમખાનાની મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. આ વિજેતા ટીમમાં ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યાભવનના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર વેલફેર (MLW)ની છ વિદ્યાર્થિનીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોચ શ્રી સુધા ડોગરે ના માર્ગદર્શન હેઠળ Central Gymkhanaની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું. ટીમે પ્રથમ મુકાબલામાં ગુજરાત કોમર્સ કોલેજ સામે 5-0થી, સેમિફાઇનલમાં પી. કે . ચૌધરી કોલેજ સામે 2-0 થી અને ફાઇનલમાં St. Xavier's સામે 1-0થી વિજય મેળવી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. Central Gymkhana તરફથી રમનાર MLWની વિદ્યાર્થીનીઓમાં ઉર્વશી રાઠોડ, કિંજલ સોલંકી, કોમલ ડોડિયા, કિંજલ ઠાકોર, પાયલ પ્રજાપતિ અને વર્ષા ઠાકોરનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે આ ટૂર્નામેન્ટમાં ગોલકીપર કિંજલ સોલંકીએ હરીફ ટીમને એક પણ ગોલ કરવા દીધો ન હતો. MLW વિભાગ માટે આ સિદ્ધિ વિશેષ ગૌરવની બાબત છે. અભ્યાસની સાથે રમતમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, નેતૃત્વ, શિસ્ત, સંકલન, આત્મવિશ્વાસ અને પડકારજનક પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે. આ વિદ્યાર્થીનીઓની સિદ્ધિ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે શૈક્ષણિક વિકાસ સાથે રમતગમતમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરી શકાય છે. સમાજ વિદ્યાભવનના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર વેલફેર (MLW) દ્વારા તમામ વિજેતા ખેલાડીઓ, કોચ શ્રી સુધા ડોગરે અને સમગ્ર Central Gymkhana ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    RMCની કોર્ટ બંધ થતા વર્ષે સવા કરોડનો ફાયદો:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પિંક ટોયલેટ, ખેડૂત હાટ સહિત રૂ.6.50 કરોડના વિકાસકામોને મંજૂરી
    Next Article
    Priyanka Kakkar Joins Congress: कांग्रेस में जाते ही कक्कड़ ने AAP पर किया बड़ा खुलासा! Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment