Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કઠલાલના ભાજપના પૂર્વ MLAના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ:પિતાનો આક્ષેપ-'MLA અને તેમના PAએ ઓડિયો વાયરલ કરતાં પરિવારમાં વિક્ષેપ થયો; 'ઘરે ઠપકો આપ્યો હશે એટલે પગલું ભર્યું': રાજેશ ઝાલા

    18 घंटे पहले

    કઠલાલમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા જીગ્નેશ ડાભીએ કોઈ ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ દ્વારા સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાના આક્ષેપ સાથે આ પગલું ભરવામાં આવ્યું છે. હાલ યુવકને સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જીગ્નેશ ડાભીની પત્ની કઠલાલ તા.પં.માં સભ્ય ભોગ બનનાર જીગ્નેશ ડાભીનો પરિવાર ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. જીગ્નેશ ડાભીની પત્ની કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય છે, જ્યારે તેમના પિતા પ્રવીણ ડાભી કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જીગ્નેશ ડાભીના કાકા કનુભાઈ ડાભી કઠલાલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપના જ આ જૂના નેતાના પરિવારે પોતાની જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના સાથીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને કારણે આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જીગ્નેશ ડાભીના પિતાએ આક્ષેપ કર્યાં જીગ્નેશ ડાભીના પિતા પ્રવીણ ડાભીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સવારે પરિવારના બધા સભ્યો સાથે બેઠા હતા ત્યારે અચાનક જીગ્નેશ ઊભો થઈને બાજુના રૂમમાં જતો રહ્યો હતો. લાંબા સમય સુધી તે બહાર ન આવતા તપાસ કરતા તે દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજસિંહે બપોરે એક ઓડિયો વાયરલ કર્યો હતો, જેના કારણે પરિવારમાં વિક્ષેપ થયો હતો અને સમાજમાં કોઈ તેમની સાથે વાત કરતું ન હતું. ઓડિયોમાં ધારાસભ્ય પોતે બોલ્યા નથી પરંતુ તેમણે ગ્રુપમાં ઓડિયો વાયરલ કર્યો હતો. ડોક્ટરોએ જીગ્નેશ માટે 72 કલાકનો સમય આપ્યો છે અને જો તેને કંઈ પણ થશે તો તેની જવાબદારી ધારાસભ્ય અને તેમના PAની રહેશે. શું છે વાયરલ ઓડિયોમાં? વાયરલ થયેલી ઓડિયો ક્લિપ ધારાસભ્ય રાજેશ ઝાલાના PA દશરથ અને જીગ્નેશ ડાભી વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં જીગ્નેશ ડાભી કહી રહ્યા છે કે, ઘરના પ્રેશરના કારણે તેઓ પાર્ટીનો પ્રચાર કરી શકે તેમ નથી, જે બદલ તેઓ માફી માંગે છે. સામે પક્ષે દશરથ તેમને પ્રચારમાં નીકળવા માટે કહી રહ્યા છે. જીગ્નેશ ડાભી પીઠાઈ સિવાય ગમે તે જગ્યાએ પ્રચાર કરવા તૈયાર હોવાનું અને ઘરમાં ખૂબ પ્રેશર હોવાનું જણાવી આ બાબતે ધારાસભ્ય સાથે વાત કરવા કહી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિવાદ વકર્યો હતો. ટિકિટ ન મળતા મનદુઃખ બીજી તરફ આ સમગ્ર મામલે કપડવંજ કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ તેમાં ભાજપ દ્વારા એક ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો હતો કે, જેના પરિવારમાં તાલુકા પંચાયત સભ્ય હોય કે સંગઠનનો કોઈ હોદ્દો હોય તેને કે તેના પરિવારને જિલ્લા પંચાયતમાંથી ટિકિટ આપવી નહીં અને કનુભાઈના ભત્રીજાના ઘરેથી તાલુકા પંચાયતના સભ્ય હતા અને તેમના છોકરાએ જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી તે પાર્ટીના નિયમ મુજબ આપણે આપી શક્યા નહીં. એટલે તેમના બીજા ભત્રીજાએ કોંગ્રેસની ટિકિટ લીધી અને આખા પરિવારે કોંગ્રેસનું કામ કર્યું. બે દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કોઈને કહેતા હતા કે મેં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તો ધારાસભ્ય જોડે પુરાવા હોય તો મને આપો, એટલે એમના ભત્રીજાનું રેકોર્ડિંગ અમારી જોડે હતું કે, કનુભાઈ અમને દબાવે છે અને પાર્ટી વિરુદ્ધનું કામ કરવાનું કહે છે એટલે મેં તે વોટ્સએપ કર્યું કે આ રહ્યું તમારા ભત્રીજાનું વાત કરેલું રેકોર્ડિંગ કે જેમાં તમે કોંગ્રેસનું કામ કરવાનું કહો છો. ત્યારબાદ પરિવારમાં બોલાચાલી થઈ હશે અને આ ઘટના ઘટી. આ બનાવ બન્યો ત્યારે હું નડિયાદ કલેકટર કચેરી દિશા મિટિંગમાં હતો જ્યાં મને ટેલીફોનિક જાણ થઈ હતી. એટલે મેં આ બાબતે તપાસ કરાઈ એટલે મને ખબર પડી કે આ બાબતે ઘરેથી ઠપકો મળ્યો હતો એટલે આ ભાઈએ આવું પગલું ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    Petrol Diesel Price Hike: महंगाई का बड़ा झटका! फिर महंगा हुआ पेट्रोल-डीजल
    Next Article
    Security Operations In Manipur Intensified Amid Protests Over Recent Deaths

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment