Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ MLAએ વિધાનસભામાં જનતા માટે કરી માંગણીઓ:મહિલા-બાળકોને બસ-મેટ્રોમાં રાહત, ગ્રામ્ય આવાસને શહેરી સમકક્ષ ભંડોળ, મહિલા ITI

    8 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં રાજ્યની મહિલાઓ અને બાળકો માટે બસ અને મેટ્રો ટિકિટમાં રાહત, ગ્રામ્ય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર જેટલું ભંડોળ અને બોટાદમાં મહિલા ITI સ્થાપવા સહિતની અનેક માંગણીઓ કરી હતી. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, તેમણે વિધાનસભામાં માંગણી ક્રમાંક 105, 96, 93, 71 અને 57 પર ચર્ચા દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે માંગણી નંબર 57 પર કાપ દરખાસ્ત પણ રજૂ કરી હતી અને મંત્રીને સૂચનો કર્યા હતા. આવાસ યોજના અંગે તેમણે માંગ કરી હતી કે, શહેરી વિસ્તારોમાં મકાન બનાવવા માટે જે ૩ થી ૫ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે, તેટલી જ રકમ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન બનાવનારાઓને પણ ફાળવવામાં આવે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી રકમ મળે છે. વધુમાં, ધારાસભ્યએ બોટાદ જિલ્લામાં મહિલા ITI કોલેજ સ્થાપવાની માંગ કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, બોટાદ જિલ્લામાં અત્યાર સુધી એક પણ મહિલા ITI કોલેજ બનાવવામાં આવી નથી. મહિલાઓ અને બાળકો માટે તેમણે ગુજરાતમાં ST બસ અને મેટ્રો ટ્રેનમાં 50 ટકા ટિકિટ કન્સેશન આપવાની પણ માંગ કરી હતી. છેલ્લે, મકવાણાએ મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેવા રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ માસિક સન્માન રાશિ આપવાની માંગ કરી હતી. તેમણે ઉદાહરણ આપ્યું કે પંજાબમાં મહિલાઓ માટે દર મહિને ₹1000 થી ₹1500 સન્માન રાશિની જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Why Nagarjuna-starrer Hello Brother’s composer Koti Saluri was left ‘anguished’ by Adivi Sesh’s Dacoit
    Next Article
    મોરબીમાં ફાયર સેફ્ટીના અભાવે શોપિંગ સેન્ટરના બે માળ સીલ:કન્યા છાત્રાલય રોડ પર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળને સીલ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment