Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીના પુત્રનો બેફામ વાણી વિલાસ:ચેતન ફળદુએ MLA સંજય કોરડિયા અને વાલીઓને ગાળો ભાંડી; ‘આંદોલન કરનારા AAPની ટીમ’

    9 hours ago

    જૂનાગઢ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ગણાતી પટેલ કેળવણી મંડળમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે આંદોલન કરી રહેલા વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડિયા વિરુદ્ધ કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો એક અત્યંત અભદ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં ચેતન ફળદુએ ન માત્ર ધારાસભ્યને ગાળો આપી છે, પરંતુ ઉપવાસ પર બેઠેલા વાલીઓને ખુલ્લેઆમ ધમકી આપીને જ્ઞાતિ વિષયક અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમગ્ર પાટીદાર સમાજ અને વાલી આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિવાદ સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપતા ચેતન ઉશ્કેરાયો દિવ્ય ભાસ્કર પાસે ઉપલબ્ધ આ વાઇરલ વીડિયોની વિગતો મુજબ, ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. સામેવાળી વ્યક્તિ જ્યારે જૂનાગઢ પટેલ કેળવણી મંડળના આ વિવાદને વડીલો અને આગેવાનો સાથે મળીને સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપે છે, ત્યારે ચેતન ફળદુ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને ગાળોનો વરસાદ શરૂ કરી દે છે. આ વાતચીત દરમિયાન ચેતન ફળદુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મામલે કોઈ સમાધાન કરવાનું થતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયા અને નિલેશભાઈ પર આક્ષેપ કર્યો કે, આ લોકો પૈસા આપીને આ બધું કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યને પણ બિભસ્ત શબ્દો કહ્યાં જ્યારે સામેવાળી વ્યક્તિએ ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ લીધું, ત્યારે ચેતન ફળદુએ અત્યંત હલકી કક્ષાની ભાષા વાપરતા કહ્યું કે, સંજયને ખબર નથી કે હું કોણ છું. એ ધારાસભ્ય થઈ ગયો એટલે નાના માણસો તેને સાલ ઓઢાડે છે અને ભાઈ-ભાઈ કરે છે. પણ તેને ખબર નથી કે, મારો જન્મ થયો ત્યારે જ મારા દાદા જામજોધપુરના ધારાસભ્ય હતા. એટલું જ નહીં, તેમણે ચારિત્ર્યની શંકાના આધારે મોલા બાપાએ આ લોકોને કારોબારીમાંથી કાઢી મૂક્યા હોવાનો અને તેનો લેટર પોતાની પાસે હોવાનો પણ દાવો કર્યો હતો. ઉપવાસ પર બેઠેલા લોકો વિરુદ્ધમાં પણ ગેરબંધારણીય શબ્દો કહ્યાં વીડિયોમાં ચેતન ફળદુએ ઉપવાસ પર બેઠેલા વાલીઓ વિશે પણ અત્યંત ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો વાપર્યા છે. તેમણે થાણાપીપળી ગામના વાલીઓ વિશે બોલતા કહ્યું કે, આ લોકો પટેલ જ્ઞાતિના નથી અને અન્ય જ્ઞાતિના છે. તેમણે મંડળની સંસ્થામાં ભણતી દીકરીઓનો ઉલ્લેખ કરી અહેસાન જતાવતા કહ્યું કે, મફતમાં આપણી સંસ્થામાં એક દીકરી છ વર્ષથી ભણતી હોય અને એક રૂપિયો ફી નથી વધારી. પપ્પાની એક જ વાત છે કે, આપણે રૂપિયા બનાવવા માટે આ સંસ્થા નથી ચલાવતા. તેણે આક્ષેપ કર્યો કે, ઉપવાસ પર બેઠેલા 14માંથી 11 લોકો થાણાપીપળીના છે અને તેઓ આમ આદમી પાર્ટીની ટીમ છે. તેમણે ચેતવણી આપી કે, જો જરૂર પડશે તો તેઓ મંડળના નામે નહીં પણ પોતાની બીજી શૈલીમાં જવાબ આપશે અને નગ્ન વીડિયો વાઇરલ કરવાની પણ ઉદ્ધત વાત કરી હતી. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરોઃ ચંદ્રેશ જારસાણીયા આ વીડિયો વાઇરલ થતા જ જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓના વિરોધમાં ઉપવાસ પર બેઠેલા વાલીઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, અમે કાંતિ ફળદુના અગાઉના ગેરવર્તન સામે અને ટ્રસ્ટીઓના રાજીનામાની માગ સાથે અહીં ઉપવાસ પર બેઠા છીએ. આજે વાઇરલ થયેલા વીડિયોમાં ચેતન ફળદુએ અમને બીજી જ્ઞાતિના દીકરા કહ્યા છે, પણ અમે તેમને કહેવા માંગીએ છીએ કે, અમે એ જ જ્ઞાતિના છીએ, જે જ્ઞાતિના તમે છો. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરો. આ પણ વાંચો... 'કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો, ટ્રસ્ટીમાં ન ચાલો', પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચો સંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર વાલીઓ અડગ જૂનાગઢમાં આ કિસ્સાને લઈ હાલ ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ ટ્રસ્ટીના પુત્રનો સત્તા અને વારસાનો અહંકાર વીડિયોમાં છલકાઈ રહ્યો છે, તો બીજી તરફ વાલીઓ સંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર અડગ છે. ધારાસભ્ય સંજય કોરડિયા સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીને પગલે રાજકીય વર્તુળોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંસ્થાના અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ અને જૂનાગઢનું વહીવટી તંત્ર આ ગંભીર મામલે શું કાર્યવાહી કરે છે.
    Click here to Read More
    Previous Article
    ‘અર્થ’નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 20 : નાણાંકીય વર્ષના છેલ્લા બે દિવસમાં શું કરવું અને શું ન કરવું
    Next Article
    Speeding Thar Kills 2 Children, Their Grandfather In Gurugram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment