Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયત ચેરમેનમાં MLA અરવિંદ લાડાણી જૂથનો દબદબો:જૂનાગઢ જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેન જાહેર, પ્રથમવાર વિરોધ પક્ષમાં AAP; માત્ર 12 પાસ બન્યા શિક્ષણ સમિતિના ચેરમેન

    13 hours ago

    જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ સમિતિના ચેરમેન પદ માટે ગૂંચવાયેલું રાજકીય કોકડું આખરે આંતરિક ખેંચતાણ બાદ ઉકેલાઈ ગયું છે. જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારે ચર્ચા-વિચારણા અને લાંબા મંથનના અંતે કુલ 9 મહત્વની સમિતિના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં શિક્ષણ, જાહેર બાંધકામ, કારોબારી અને આરોગ્ય જેવી ચાવીરૂપ સમિતિઓનો સમાવેશ થાય છે. આ વરણી સાથે જ જિલ્લા પંચાયતના ખોરંભે પડેલા વહીવટી માળખાને નવો વેગ મળશે, પરંતુ આ આખી ગોઠવણ પાછળ આગામી ચૂંટણીલક્ષી રાજકીય ગણિતો અને આંતરિક જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળી રહ્યા છે. આ વરણી પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષના અગ્રણી સોનલ દિવરાણીયા સહિતના નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી હોવાની ચર્ચા છે. MLA અરવિંદ લાડાણી જૂથના જિલ્લા પંચાયતના સભ્યોને પ્રાધાન્ય આ વખતની સમિતિઓની વરણીમાં માણાવદર, વંથલી અને મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના મતવિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા જિલ્લા પંચાયતના સભ્યોને ભારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અરવિંદ લાડાણીના પ્રભાવ હેઠળની સીટો પરથી જીતેલા હોદ્દેદારોને પંચાયતની સૌથી મહત્વની સમિતિના ચેરમેન પદ સોંપી દેવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લાના સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના મત વિસ્તારમાં આવતા અને સાસણ સીટ પરથી ચૂંટાયેલા ચિરાગ જમનાદાસ રાજાણીને જાહેર આરોગ્ય સમિતિની મોટી જવાબદારી સોંપાઈ છે. તેવી જ રીતે કોયલાણા સીટ પરથી ચૂંટાયેલા જીગ્નેશ દિલિપ છૈયાને સિંચાઈ, સહકાર, ખેતિવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીતેલા ઉમેદવારોમાં ક્યાંક આંતરિક અસંતોષની અટકળો તેજ ​બીજી તરફ શાપુર સીટ પરથી ચૂંટાયેલા ઇન્દુ ભરત ચાવડાને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પદની કમાન સોંપવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો અરવિંદ લાડાણીના જૂથના અને તેમના પ્રભાવ વાળા વિસ્તારમાંથી આવતા હોવાથી પક્ષની અંદર જ અન્ય મતવિસ્તારની બેઠકો પરથી જીતેલા ઉમેદવારોમાં ક્યાંક આંતરિક અસંતોષની અટકળો તેજ થઈ છે. અન્ય મતવિસ્તારના સભ્યોને નાની સમિતિઓ આપીને સંતુલન જાળવવાનો નબળો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા વચ્ચે આ નિમણૂકોથી સ્થાનિક સ્તરે જૂથવાદ વધુ વકરે તેવી સંભાવનાઓ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. ​નવનિયુક્ત ચેરમેનોની લિસ્ટ અને શૈક્ષણિક લાયકાત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં જાહેર કરાયેલા ચેરમેનોની વિગતવાર યાદી પર નજર કરીએ તો, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે માત્ર 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા હર્ષા વિનોદ સવસાણીની વરણી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આ ઉપરાંત સૌથી પાવરફુલ ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ ખીમજી લાડાણી અને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદ પર જીતુ બચુ સીસોદીયાની નિયુક્તિ કરાઈ છે. સામાજીક ન્યાય સમિતિમાં ઇન્દુ ભરત ચાવડા, જાહેર આરોગ્ય સમિતિમાં ચિરાગ જમનાદાસ રાજાણી અને સિંચાઈ તેમજ ખેતિવાડી સમિતિમાં જીગ્નેશ દિલિપ છૈયા વહીવટ સંભાળશે. મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે વનીતા સોમાત વાસણ, બાયોડાયવર્સીટી સમિતિના ચેરમેન તરીકે ચંપા કિશોર ઠુંમર અને અપીલ સમિતિના ચેરમેન તરીકે લિના વિપુલ કાવાણીની પસંદગી કરવામાં આવી છે. આ તમામ બોર્ડ અને સમિતિઓની સત્તાવાર જાહેરાત સાથે જ વિજેતા સભ્યોના સમર્થકોમાં ઉત્સાહ છે પરંતુ સત્તાની આ વહેંચણીથી સંગઠનમાં ભડકો થવાની પૂરી શક્યતા છે. AAPના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાઘડાર વિરોધ પક્ષનું નેતૃત્વ સંભાળશે જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકીય ઇતિહાસમાં આ વખતે એક સાવ નવું અને રસપ્રદ સમીકરણ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાઘડારની પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે જિલ્લા પંચાયતના સદનમાં વિરોધ પક્ષનું નેતૃત્વ સંભાળશે. સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલી આ નવી વરણીઓ, સમિતિઓની પુનઃરચના અને ખાસ કરીને ધારાસભ્ય અરવિંદ લાડાણીના જૂથને અપાયેલા મહત્વ બાદ હવે વિરોધ પક્ષના નેતા તરીકે જયસુખ પાઘડાર આગામી દિવસોમાં શાસકોના ભ્રષ્ટાચાર અને પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને સદનથી લઈને રસ્તા સુધી કેવું આક્રમક વલણ અપનાવે છે તેના પર જિલ્લા આખાની નજર મંડાયેલી રહેશે.
    Click here to Read More
    Previous Article
    કોમમાં ખામેનીની અંતિમ યાત્રા વચ્ચે હોર્મુઝમાં ઈરાનનો હુમલો:કતારમાં ટેન્કરને નિશાન બનાવ્યા, કહ્યું- 'જહાજોએ નક્કી કરેલા રૂટ છોડ્યા, અહીં સુરક્ષાની ગેરન્ટી નહીં'
    Next Article
    પરપ્રાંતી મજૂરનું હાર્ટ એટેક આવતા મોત:કુવાડવા રોડ પરથી ફર્નિચરનો ધંધાર્થી ક્રેટા કારમાં સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment